Western Times News

Gujarati News

મ્યુનિ.ટેક્ષ વિભાગે રૂ.એક હજાર કરોડની ‘મેજીક ફીગર’ પાર કરી

મિલકત વેરા પેટે રૂ.૭૯૬ કરોડની નોંધપાત્ર આવક

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ ટેક્ષ વિભાગને ર૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં રેકોર્ડ બ્રેક આવક થઈ હતી. મ્યુનિસિપલ ટેક્ષ વિભાગને પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂ.૯પ૪ કરોડ તથા તમામ ટેક્ષ મળીને રૂ.૧ર૦૦ કરોડ કરતા પણ વધુ આવક થઈ છે. ચાલુ નાણાંકીય વરસે પણ મનપાને ટેક્ષ પેટે નોંધપાત્ર આવક થઈ છે. તથા પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં જ ટેક્ષ પેટે રૂ.અક હજાર કરતા વધુ આવક થઈ છે. નાણાંકીય વર્ષાંન્તે તંત્રને ટેક્ષ પેટે રૂ.૧૩૦૦ કરોડ કરતા પણ વધુ આવક થવાની શક્યતાઓ છે.


શહેરમાં ઓકટ્રોય દર શૂન્ય થયા બાદ મનપાની આવકનો મુખ્ય આધાર પ્રોપર્ટી ટેક્ષ અને પ્રોફશ્નલ ટેક્ષ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષ વિભાગે છેલ્લા બે વર્ષમાં સરાહનીય કામગીરી કરી છે.ે તંત્રને થયેલ આવકના આંકડા તેનું પ્રમાણ છે. ર૦૧૮-૧૯ના વર્ષમાં મનપાને મિલકત વેરા પેટે રૂ.૯પ૧.૩૧ કરોડ, પ્રોફેશ્નલ ટેક્ષ પેટે રૂ.૧૭૪.૩૪ કરોડ તથા વ્હીકલ ટેક્ષ પેટે રૂ.૯૧.૮૬ કરોડ મળી કુલ રૂ.૧ર૧૭.પ૧ કરોડની આવક થઈ હતી.

જ્યારે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ૦૯ મહિનામાં જ ટેક્ષ ખાતાએ રૂ. એક હજાર કરોડની ‘મેજીક ફીગર’ ને પાર કરી દીધી છે. સુત્રોએ જણાવ્યા અનુસ.ાર મનપાને ટેક્ષ પ્ેટે રૂ.૧૦૦ર.૭ર કરોડની નોંધપાત્ર આવક થઈ છે. જે ગત વર્ષે ડીસેમ્બરના અંત સુધીમાં થયેલ આવક કરતા ૮ર ટકા વધુ છે.

ર૦૧૮-૧૯માં ૧ જાન્યુઆરી સુધી મિલકત વેરા પેટે રૂ.૬૬૦.૭૮ કરોડ, પ્રોફૈશ્નલ ટેક્ષ પેટે રૂ.૧૩૦.પ૧ કરોડ તથા વ્હીકલ ટેક્ષ પેટે રૂ.૭૦.૬ર કરોડની આવક થઈ હતી. જેની સામે ચાલુ નાણાંકીય વર્ષમાં આ જ સમયગાળા દરમ્યાન મિલકત વેરા પેટે રૂ.૭૯પ.૮૮ કરોડ, પ્રોફેશ્નલ ટેક્ષ પેટે રૂ.૧૪૧.૯ર કરોડ તથા વ્હીકલ ટેક્ષ પેટે રૂ.૬૪.૮ર કરોડની આવક થઈ છે.

આમ, ગત નાણાંકીય વર્ષની સરખામણીમાં વર્તમાન નાણાંકીય વર્ષમાં મિલકત વેરા પેટે ર૦૪૬ તથા પ્રોફેશ્નલ ટેક્ષમાં ૧૧.૪૧ ટકા વધુ આવક થઈ છે. જ્યારે વ્હીકલ ટેક્ષની આવકમાં આઠ ટકાનો ઘટાડો થયો છે. વ્હીકલ ટેક્ષમાં મંદીની અસર જાવા મળી રહી હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાણાંકીય વર્ષની શરૂઆતમાં એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના જાહેર કરવામાં આવે છે. સદ્દર યોજના અંતર્ગત ર૦૧૮-૧૯ માં રૂ.૩૬૭. ૩૦ કરોડની આવક થઈ હતી. જ્યારે ર૦૧૯-ર૦માં રૂ.૪ર૬.૮૯ કરોડની આવક થઈ છે. નોંધનીય બાબત એ છે કે જૂન ર૦૧૮માં મિલકત વેરા પેટે માત્ર રૂ.૯.૪૦ કરોડ મળ્યા હતા. જ્યારે જુન-ર૦૧૯માં પ્રોફેશ્નલ ટેક્ષ પેટે રૂ.ર૧.૩૧ કરોડની આવક થઈ હતી. જુલાઈ-૧૮માં મિલકત વેરા પેટે રૂ.ર૭.૦૩ કરોડની આવક સામે જુલાઈ ર૦૧૯માં રૂ.૭૬.૭૮ કરોડની આવક થઈ છે. આમ, વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં જ મિલકત વેરા પેટે રૂ.પર૪.૯૧ કરોડની આવક થઈ હતી. જે ગત નાણાંકીય વર્ષની કુલ આવક કરતા પ૦ ટકાથી વધુ છે. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષમાં મેળવેલ આવકના લગભગ ૮૦ ટકા થાય છે.

મ્યુનિસિપલ કમિશ્નરે ર૦૧૮-૧૯ ના વર્ષથી બે મહ¥વની યોજનાઓ બંધ કરી છે. મિલકતવેરાના દેવાદારોને વ્યાજમાં રીબેટ યોજના તથા બંધ મિલકતો માટે ‘ખાલી બંધ’ ના લાભ આપવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશ્નરે આ બંન્ને યોજનાઓ બંધ કર્યા બાદ પણ મિલકત વેરાની આવકમા વધારો થઈ રહ્યો છે. જેનું મુખ્ય કારણ મિલકતોની સંખ્યામાં થયેલ વધારો તથા સ્વચ્છતા ઉપકરના નામે રૂ.૮પ કરોડનું ભારણ માનવામાં આવી રહ્યુ છે.સુત્રોએ જણાવ્યાનુસાર રીબેટ યોજના શરૂ કરવામાં આવે તો ટેક્ષની આવક વધી શકે છે. મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા રીબેટ યોજના જાહેર કરવામાં આવે છે. પરતુ મ્યુનિસિપલ કમિશ્નરના નિર્ણયની ઉપરવટ જઈને શાસકો ચૂંટણીના વર્ષમાં પણ રીબેટ યોજનાનો લાભ આપી શકતા નથી. એવી જ રીતે ખાલી બંધ યોજનાની લગભગ ૧પ૦૦ ફાઈલોનો નિકાલ થયો નથી.

આ તમામ ફાઈલોનો એક સાથે નિકાલ કરી ‘વન ટાઈમ બેનીફિટ’ આપવામાં આવે તો પણ મિલકત વેરાની આવકમાં નોંધપાત્ર વધારો થાય તેમ છે. મિલકત વેરાની વસુલાત માટે નાના વેપારીઓ સામે જે રીતે કાર્યવાહી કરવામાં આવે છે તે જ પધ્ધતિથી સરકારી કચેરીઓ સામે પણ કાર્યવાહી થાય તો રૂ.૧૦૦ કરોડ કરતા પણ વધુ રકમની આવક થઈ શકે છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.