Western Times News

Gujarati News

કપડવંજ તાલુકા મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર

સ્ટેટ હોલ્ડર્સ સમિતિ કર્મીઓ પાસેથી નાણાં પડાવે છે તેવો કપડવંજ મધ્યાન ભોજન મંડળનો આક્ષેપ

કપડવંજ શહેર માં કપડવંજ તાલુકા મધ્યાહન ભોજન કર્મચારી મંડળ ના પ્રમુખ મનુભાઈ વણકર અને સભ્યો દ્વારા કપડવંજના મામલતદાર કે એમ પરમાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનાના બાળકોને આપવામાં આવતું દૈનિક ભોજન મેનુ નક્કી કરવા રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ હોલ્ડર્સ  સમિતિની રચના કરેલ છે જેમાંમધ્યાહન ભોજન યોજનાના કર્મચારી સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમા ની સમિતિમાં સ્ટેટ હોલ્ડર્સ સમિતિ ના સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવેલ છે આ બાબતે જણાવવાનું કે અમારા કપડવંજ તાલુકો સંઘ સાથે જોડાયેલ નથી અને જો તેઓ દાવો કરે છે કે કોઈ તાલુકા કે જીલ્લો જોડાયેલો છે તો સરકારે એકવાર સંગઠન શક્તિનું પરીક્ષણ કરી લેવું જોઈએઅમારો તાલુકો ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળ રજી – ૬૫૨૪ તા. ૨૩/૦૧/૨૦૦૯ થી ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર આયોગ માં રજી થયેલ ટ્રેડ યુનિયન માન્યતા પ્રાપ્ત કરેલ છે અને હાલ ગુજરાત રાજ્ય ના તમામ સંચાલકો દ્વારા સંચાલીત મધ્યાહન ભોજન યોજના કર્મચારી એકતા મંચ સંચાલક રસોઈયા અને મદદનીશ માટે કામ કરતું અને આજદિન સુધી અમારી પાસેથી એક પણ રૂપિયો લીધા વગર અમારા કર્મચારી બનેલ છે તેઓ આ હોદ્દાનો દુરૂપીયોગ કરી કોઈને કોઈ રીતે સંચાલકો પાસેથી મોટી રકમ પોતાના ખાતામાં મંગાવવાનું અમારા ધ્યાને આવેલ છે અને સંચાલકો પોતાની સાથે કોઇ અઘટિત થશે એવા ડરથી આ રકમ આપતા હોય છે જેથી અમારા કર્મચારીનું હિત જળવાય તેમ ના હોઈ માટે સ્ટેટ હોલ્ડર્સ સમિતિમાંથી રાજેન્દ્રસિંહ ચુડાસમા નું નામ તાત્કાલિક રદ કરી અમારા આગેવાન નું નામ દાખલ કરવા વિનંતી છે અન્યથા અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.