Western Times News

Gujarati News

ધાર્મિક માર્ગે સમાજ આગળ વધવાથી વ્યક્તિમાં સદાચાર અને પરોપકારનાં ગુણો ખીલે છે:રમણલાલ પાટકર

મોડાસા: આજરોજ તારીખ 2  જાન્યુઆરી એ રાજ્ય કક્ષા નાં વન અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી. રમણ ભાઈ પાટકરે કપરાડા તાલુકાનાં ખરેડી ગામે ” ભાગવત સપ્તાહ ” નાં ધાર્મિક કાર્યકમ માં હાજરી આપી હતી , મંત્રીશ્રીએ પોથીપૂજન કરી , કથાકાર મહારાજ શ્રી.નાં આશીર્વાદ લઇ ઉપસ્થિત વિશાળ ભક્તજનો ને ખુબજ  પ્રેરક ઉદ બોધનમાં રામાયણ – ભાગવતનાં કેટલાંક પ્રસંગોનો ઉલ્લેખ કરી.આદિવાસી સમાજ ધાર્મિક માર્ગે આગળ વધી રહેલ છે

તેનો મને ખુબ જ આનંદ થાય છે તેમ જણાવી  ધાર્મિક માર્ગે સમાજ આગળ વધવાથી વ્યક્તિમાં સદાચાર અને પરોપકારનાં ગુણો આવતા હોય છે અને તેનાં ખૂબ સારા પરિણામ ભવિષ્યમાં  સમગ્ર સમાજ ને મળતા હોય છે , ગામ લોકો દ્વારા ભવ્ય હનુમાનજી નાં મંદિર બનાવવાના હેતુની  પણ મંત્રીએ  પ્રશંસા કરી હતી.  મંત્રીશ્રી સાથે ભાજપ અગ્રણી મહેશ ભટ્ટ , અને ભાજપ ઉમરગાવ તાલુકા મહામંત્રી રામદાસ વરથા પણ ઉપસ્થિત રહયાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.