Western Times News

Gujarati News

ગુજરાતમાં ર૦ર૦ની રાજયસભાની ૪ બેઠકોની ચુંટણી એક સાથે યોજાય તો ભાજપ એક બેઠક ગુમાવશે !

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ર૦ર૦ની સાલ રાજકીયક્ષેત્રે અનેક ઉથલપાથલો થશે ગુજરાતમાં પણ તેની અસર થશે. તેમ તજજ્ઞો કરી રહયા છે. ર૦ર૦ની સાલમાં મ્યુ.કોર્પોરેશનની ચુંટણી તથા એપ્રિલમાં રાજસભાની થનારી ચુંટણીમાં નવાજુની થવાના સંકેત મળી રહયા છે.

ર૦ર૦ એપ્રિલમાં ગુજરાતમાં રાજસભાની જ બેઠકો જે હાલમાં ભાજપ પાસે ૩ બેઠકો છે. તેમાં એક બેઠક ગુમાવશે તેમ તજજ્ઞોનું માનવું છે. એપ્રિલમાં જે સભ્યો નિવૃત્ત થઈ રહયા છે. તેમાં ચુનીભાઈ ગોહેલ (ભાજપ) મધુસુદન મિસ્ત્રી (કોગ્રેસ) લાલસીંગ બારડોલીયા (ભાજપ) તથા શંભુપ્રસાદ તુંડલીયા (ભાજપ) જા આ ચારેય બેઠકોની ચુંટણી એક સાથે યોજાશે તો ભાજપ એકાદ બેઠક ગુમાવી શકે છે, જયારે કોગ્રેસને એક બેઠકનો ઉમેરોથાય તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની લોકસભાની ર૬ બેઠકોમાંથી એક પણ બેઠક કોગ્રેસને ફાળે ગઈ નથી. હાલમાં રાજયસભામાં કોંગ્રેસેના કુલ ૭ર સભ્યો છે. જયારે ભાજપના ૧૦૩ સભ્યો છે.

ગુજરાતમાં રાજયસભાની કુલ ૧૧ બેઠકો છે. જેમાંનું ભાજપ તથા કોગ્રેસની ૪ બેઠકો છે. જેમાં કોગ્રેસના એહમદ પટેલનો રેકર્ડ છે. તેઓ રાજયસાભાની બેઠક સતત પ વાર જીત્યા છે. ગુજરાતમાં એપ્રિલમાં થનારી રાજયસભાની ચુંટણી એકસાથે નહી પરંતુ વારાફરતી યોજવામાં આવે છે. હાલની જે પરીસ્થિતીછે તે જૈસે થૈ રહી શકે છે. એપ્રિલમાં થનારી રાજયસભાની ચુંટણી માટે કોગ્રેસ તરફથી શકિતસિંહ ડો. તૃષાર ચૌધરી ભરતસિંહ સોલંકી,બાબુપટેલ તથા અર્જેુન મોઢવાડીયાની ઈચ્છા રાજયસભાની ચુંટણી લડવાની છે. કોગ્રેસના પાંચમાંથી કોના ઉપર કળશ ઢોળશે તે નકકી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.