Western Times News

Gujarati News

વર્ધમાન એક્રેલિક કંપનીમાં સુરક્ષા કર્મચારી તરીકે ફરજ બજાવતા બે હથિયારધારી કર્મીઓની બે બંદૂક અને ૧૪ કારતૂસ વડોદરા R R સેલે કબ્જે કર્યા

બને હથિયારધારી સુરક્ષા કર્મચારી પાસે અલ્હાબાદ બિહાર,મૈનપુરી ઉત્તરપ્રદેશના જીલ્લા કલેકટરનો પરવાનો હતો પરંતુ તે પરવાના અને હથિયાર નોંધણી ભરૂચ કલેક્ટર ખાતે નહિ કરાવતા હથિયારો જપ્ત કરવામાં આવ્યા.

ભરૂચ: ભરૂચ જીલ્લા ની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ વર્ધમાન એક્રેલિક કંપનીમાં ફરજ બજાવતા બે હથિયારધારી સુરક્ષા કર્મચારીઓની બે બંદૂક અને ૧૪ કારતૂસ વડોદરા આર.આર.સેલ દ્વારા કબ્જે કરી બંને સુરક્ષા કર્મચારીઓની ધરપકડ કરી છે.કંપની માં ફરજ બજાવતા વિજેન્દ્ર રાય બક્સર અલ્હાબાદ બિહાર,સુરેશ યાદવ મૈનપુરી ઉત્તર પ્રદેશ પાસે ત્યાંના કલેક્ટરનો પરવાનો રજીસ્ટર છે પરંતુ ભરૂચ જિલ્લા કલેક્ટરમાં તે પરવાના અને હથિયારની નોંધણી કરાવી નહિ હોઈ તેમની વિરૃદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઝઘડિયા જીઆઈડીસીમાં કાર્યરત તમામ કંપનીઓમાં હથિયારધારી સુરક્ષા કર્મચારીઓ ફરજ બજાવે છે.ઝઘડિયા જીઆઈડીસીમાં આવા સેંકડો હથિયારધારી પરપ્રાંતીય ઈસમો ફરજ બજાવતા હશે.ગુજરાત બહારથી કેટલાય ઈસમો અહીં આવી રોજગારી મેળવે છે.સરકારી નિયમ મુજબ તમામ પરપ્રાંતીય લોકોની માહિતી સ્થાનિક પોલીસ મથકે રાખવાની હોઈ છે પરંતુ લગભગ આવી માહિત રાખવામાં ઝઘડિયા જીઆઈડીસીના કોન્ટ્રાક્ટરો, કંપનીઓ અને પરપ્રાંતીઓને ભાડે ઘર આપી રાખનાર રાખતા નથી.કેટલીક કંપનીઓમાં હથિયારધારી ઈસમો પણ ફરજ બજાવતા હોઈ છે.

ગતરોજ ઝઘડિયા જીઆઈડીસીમાં આર.આર.સેલ વડોદરા સશસ્ત્ર સુરક્ષા કર્મચારીઓને તપાસવાની કામગીરી કરતા હતા તે દરમિયાન જીઆઈડીસીની વર્ધમાન એક્રેલિક માં ફરજ બજાવતા (૧) વિજેન્દ્ર બલેશ્વર રાય મૂળ રહેવાસી રાજાપુર સીમડી બક્સર અલ્હાબાદ બિહાર હાલ રહેવાસી દધેડા તા.ઝઘડિયા પાસે બાર બોરની ડબલ બેરલની બંદૂક તથા આઠ કારતૂસ મળ્યા હતા, તેની પાસે અલ્હાબાદ જિલ્લા કલેક્ટર નો પરવાનો છે.

(૨) સુરેશ ભારતસિંહ યાદવ મૂળ રહેવાસી ટુડની પેરાશાપૂર મૈનપુરી ઉત્તરપ્રદેશ પાસે બાર બોરની સિંગલ બંદૂક અને ૬ નંગ કારતૂસ મળી આવેલ અને તેની પાસે મૈનપુરી કલેક્ટરનો પરવાનો છે. વર્ધમાન કંપનીના બંને સુરક્ષા કર્મચારીઓ પાસે તેમના સ્થાનિક જીલ્લા કલેક્ટરના હથિયારના પરવાના હતા પરંતુ તેમની પાસે ભરૂચ જ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે તે પરવાના અને હથિયારની નોંધણી કરાવેલ નથી જેથી આર.આર.સેલ દ્વારા બંને સુરક્ષા કર્મચારીઓ પાસેથી બે બાર બોરની બંદૂક અને ૧૪ કારતૂસ જપ્ત કરી તેમની ધરપકડ કરી છે. આર.આર સેલે વિજેન્દ્ર બલેશ્વર રાય, સુરેશ ભારતસિંહ યાદવ વિરૃદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પરપ્રાંતીયની આઈડેન્ટિફિકેશન માટે કંપની અને કોન્ટ્રાક્ટરોની જવાબદારી નક્કી થવી જોઈએ: ઝઘડિયા જીઆઈડીસીમાં હજારોની સંખ્યામાં રોજગારી મેળવવા પરપ્રાંતીઓ આવે છે. આવા લોકો કંપનીમાં પ્રોજેક્ટ વર્ક,રેગ્યુલર કામગીરી માટે કોન્ટ્રાકટરો તેમને રાખતા હોઈ છે પરંતુ કંપની પાસે તેની કોઈ ચોક્કસ ઓળખ હોતી નથી એવીજ રીતે સુરક્ષા કર્મીઓ પણ કોન્ટ્રાક્ટમાં કામ કરે છે.તેઓ આજુ બાજુના ગામોમાં ભાડે થી રહે છે.જયારે કંપનીમાં કે બહાર કોઈ ઘટના બને છે ત્યારે આવા પરપ્રાંતીયોની ઓળખ કરવી ખુબ કઠિન બની રહે છે જેથી જે કંપની અથવા કોન્ટ્રાક્ટર પરપ્રાંતીયોને કામ પર રાખતા હોઈ તેમને તે કામદારનું આડેન્ટીફિકેશન રાખવું જોઈએ અને જવાબદાર વિભાગમાં તેમની નોંધણી કરાવી જોઈએ જેથી કોઈ ઘટના સમયે પરપ્રાંતીયોની ઓળખ સરળ થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.