Western Times News

Gujarati News

કેન્યા બેઝ પર હુમલોઃ સાત વિમાન-વાહનને ફૂંકી મરાયા

નૈરોબી,  સોમાલી ઇસ્લામિક આતંકવાદીઓએ કહ્યું છે કે, અમેરિકા અને કેન્યાના સૈનિકો દ્વારા ઉપયોગ કરવામાં આવતા કેન્યાના લામૂ ક્ષેત્રમાં રહેલા લશ્કરી એરબેઝ ઉપર તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જેમાં સાત વિમાનો અને ત્રણ વાહનોને ફૂંકી મારવામાં આવ્યા છે. અલબત્ત તેમની સંખ્યાને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. નિવેદનમાં ઇસ્લામિક સંગઠન શાહબાબ ગ્રુપે કહ્યું છે કે, વહેલી પરોઢે આ હુમલો કરવામાં આવ્યો હતો.

નજીકના અંતરથી અમેરિકી સૈનિકો સામે લડાઈ પણ ચાલી હતી. સાત વિમાનો અને ત્રણ લશ્કરી વાહનોને આ હુમલામાં ફૂંકી મારવામાં આવ્યા છે. સળગતા વિમાનોના ફોટાઓ પણ જારી કરવામાં આવ્યા છે. બીજી બાજુ અમેરિકી આફ્રિકા કમાન્ડે પણ આ હુમલાને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે, મંડા એરફિલ્ડ ઉપર આ હુમલો કરવામાં આવ્યો હતો. Âસ્થતિ પર નજર રાખવામાં આવી રહી છે. ક્રોસ બોર્ડર એટેક અને અપહરણના બનાવો બાદ ૨૦૧૧માં સોમાલિયામાં કેન્યા દ્વારા સૈનિકો મોકલવામાં આવ્યા હતા. ઇસ્લામિક આતંકવાદીઓ અહીં ખુબ જ જોરદારરીતે સક્રિય રહેલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.