Western Times News

Gujarati News

ખેડૂતો દ્વારા જંત્રીના ભાવોમાં સુધાર-ફેરફાર કરવાની માંગ

Files Photo

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી એટલે કે, સને ૨૦૧૧ પછી જમીનોના જંત્રી મૂલ્યમાં કોઇ સુધારો -વધારો કે ફેરફાર કરાયો નથી, તેના કારણે એકબાજુ, જેન્યુઇન ખેડૂતોની હાલત કફોડી બની છે તો બીજીબાજુ, ખુદ સરકાર અને જાહેરતિજારીને અબજા રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. જંત્રીના ભાવોમાં કોઇ ફેરફાર નહી થવાના કારણે કાળાબજારિયા, દાણચોરો અને રાજકારણી સહિતના પૈસાપાત્ર લોકો તેમના કાળા નાણાં સિફતતાપૂર્વક જમીનોમાં રોકાણ કરી તગડી કમાણી રળી રહ્યા છે


ત્યારે સુરતના બામરોલી, અલથાણ, સિંગણપોર, અડાજણ સહિતના વિવિધ ગામોના ખેડૂતો દ્વારા જમીન અધિગ્રહણ, સુધારણા અને પુનઃસમાધાન એકટ-૨૦૧૩ની કલમ-૨૬(૩)ની જાગવાઇને ગુજરાત ટાઉન પ્લાનીંગ એકટ-૧૯૭૬ની કલમ-૨૦ સાથે વાંચતાં સને ૨૦૧૧થી સુરત શહેર, જિલ્લા અને સુડા વિસ્તારમાં આવેલ જમીનોના જંત્રી મૂલ્ય (દરોનું વાર્ષિકપત્ર) સુધારો કરવામાં આવ્યો નહી હોઇ તેમાં તાત્કાલિક ધોરણે યોગ્ય અને વાજબી સુધારો કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજય સરકાર, સુરત જિલ્લા કલેકટર, સુડા, સુરત મનપા સહિતના સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ બહુ જ મહત્વની, તર્કસંગત, આધાર-પુરાવા અને ટેકનીકલ દલીલો સાથેની અસરકારક રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોએ તેમની જમીનોની વિગતો પણ રજૂઆતમાં ટાંકી છે.

સુરતના અનેક ગામોના ખેડૂતો ચંપકભાઇ જગુભાઇ, કિરીટભાઇ પટેલ, શહેનાઝબેન કિલાવાલા, ભારતીબહેન પટેલ તથા અન્યો દ્વારા હાઇકોર્ટના સિનિયર એડવોકેટ કુમારેશ કે.ત્રિવેદી મારફતે સરકારના સત્તાધીશોને કરાયેલી તેમની રજૂઆતમાં જણાવાયું છે કે, સુરતના ચોર્યાસી તાલુકાના જહાંગીરાબાદ બ્લોક નં-૨૦૯ ધરાવતી કુલ ક્ષેત્રફળ ૨,૫૨૯ ચો.મી ધરાવતી જમીન સુડાની અંતિમ સુધારેલી વિકાસ યોજના-૨૦૦૪ હેઠળ એસએમસી(એચ-૮) હેતુ માટે સાઇટ એન્ડ સર્વિસ સ્કીમ હેઠળ અનામત રખાઇ હતી.

વિકાસ યોજના-૨૦૩૫માં આ જમીન એસએમસી માટે સ્પોર્ટસ કોમ્પલેક્ષ હેતુ માટે અનામત રખાઇ છે. પરંતુ આ અંતિમ સુધારેલી વિકાસ યોજના-૨૦૦૪ને દસ વર્ષ ઉપરાંતનો સમય વીતીગયો હોઇ અને આ જમીન કોઇપણ કાયદાની જાગવાઇ હેઠળ સંપાદન કરાઇ નહી હોઇ સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદા મુજબ, આ સંપાદન-સ્થિતિ  આપોઆપ રદબાતલ થઇ જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.