Western Times News

Latest News in Gujarat

NIAમાં ACP તરીકે ફરજ બજાવતા હોવાનો દાવો કરનાર યુવક પર હુમલો

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના કારણે ગુનેગારોને પોલીસનો જાણે કોઈ ડર જ ન હોય તે રીતે ગુનાખોરી આચરી રહયા છે. શહેરમાં પોલીસ ઉપર હુમલા તથા ઘર્ષણના બનાવો પણ વધી રહયા છે. આ પરિÂસ્થતિમાં શહેરના ખોખરા વિસ્તારમાં કેન્દ્ર સરકારની ગુપ્તચર સંસ્થા ગણાતી એનઆઈએમાં એસીપી તરીકે ફરજ બજાવતા હોવાનો દાવો કરનાર એક યુવક ઉપર બે શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે.


ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતાં પરંતુ બંને આરોપીઓ પોલીસ આવે તે પહેલા ભાગી છુટયા હતાં. બંને હુમલાખોરો એસીપીને ઓળખતા હતાં અને તેમની પાસેથી મોપેડ ચલાવવા લીધા બાદ પરત આપવાના બદલે હુમલો કર્યો હતો. ખોખરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં વધી રહેલી ગુનાખોરીના પગલે પોલીસતંત્ર એલર્ટ છે શહેરમાંથી દારૂ જુગારની બદીને ડામી દેવા માટે પોલીસતંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહયા છે આ ઉપરાંત ગુનેગારો ઉપર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે તેમ છતાં શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્પથિતિ કથળી રહી હોય તેવુ ચિત્ર ઉપસી રહયું છે.

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં દક્ષિણી સોસાયટી પાસે આવેલા સિધ્ધી વિનાયક પાર્કમાં રહેતા અમિતભાઈ ફીરોજભાઈ આર્ય ભારત સરકારની ગુપ્તચર એજન્સી એનઆઈએમાં એસીપી તરીકે ફરજ બજાવતા હોવાનો દાવો કરે છે અમિતભાઈ ખોખરામાં બાબુભાઈની ચાલીમાં રહેતા પ્રભુ મુદલીયાને ઓળખતા હતા અને તેઓ છેલ્લા બે વર્ષથી મળતા પણ હતા બંને વચ્ચે મિત્રતા હોવાથી અવારનવાર વાતચીતો થતી હતી.

મિત્રતાના કારણે બે દિવસ પહેલા પ્રભુખ મુદલીયાર અમિતભાઈની પાસે ગયો હતો. રાત્રે ૯.૩૦ વાગ્યાની આસપાસ પ્રભુ મુદલીયાર અમિતભાઈને મળ્યો હતો અને તેને કામ હોવાથી તેની પાસેથી મોપેડ માગ્યુ હતું અને જણાવ્યું હતું કે આવતીકાલે આ મોપેડ પાછુ આપી જઈશ. મિત્ર પ્રભુ મુદલીયારે મોપેડ માંગતા જ અમિતભાઈએ પોતાનું મોપેડ પ્રભુ મુદલીયારને આપ્યુ હતું બીજે દિવસે સવારે અમિતભાઈ પોતાનું મોપેડ લેવા માટે પ્રભુ મુદલીયારના ઘરે ગયા હતા આ સમયે પ્રભુ મુદલીયારની સાથે તેજ ચાલીમાં રહેતો તેનો મિત્ર વિશાલ પણ હાજર હતો અમિતભાઈએ મોપેડની ચાવી માંગતા પ્રભુ મુદલીયાર તથા વિશાલ કાળીયો ઉશ્કેરાઈ ગયા હતા અને બંને શખ્સોએ અમિતભાઈ સાથે ગાળાગાળી કરી હતી.

અમિતભાઈએ બંનેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પ્રભુ મુદલીયારે અચાનક જ અમિતભાઈ ઉપર હુમલો કરી નીચે પાડી દીધા હતા અને નજીકમાં પડેલી ડોલ માથાના ભાગે મારી હતી ત્યારબાદ આ બંને શખ્સોએ અમિતભાઈને ગડદાપાટુનો માર મારતા હોહામચી ગઈ હતી. બુમાબુમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતાં આ દરમિયાનમાં પ્રભુ મુદલીયારે તેની પાસેથી તીક્ષ્ણ ધારવાળી છરી કાઢી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

અચાનક જ મિત્ર અને તેના સાગરિતે કરેલા હુમલાથી અમિતભાઈ ચોંકી ઉઠયા હતા આ દરમિયાનમાં તેમણે પોલીસ કંટ્રોલને ફોન કરતા અધિકારીઓ એલર્ટ થઈ ગયા હતા અને તાત્કાલિક સ્થળ પર પોલીસ વાન રવાના કરી હતી એનઆઈએના એસીપી પર થયેલા હુમલાની ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ અધિકારીઓએ તાત્કાલિક આરોપીઓને ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે. જાકે પોતાની જાતને એનઆઈએના એસીપી તરીકેની ઓળખ આપનાર અમિતભાઈ આર્યની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી તેમનું આઈકાર્ડ પણ માંગવામાં આવ્યું છે જાકે હજુ સુધી તેમણે પોતે એનઆઈએના એસીપી હોવાનો પુરાવો રજુ કર્યો નથી તેથી તેમના ઉપર પણ પોલીસને શંકા જઈ રહી છે પોલીસે ગણતરીની મીનીટોમાં જ બંને આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.