Western Times News

Gujarati News

વસ્ત્રાપુર ધૂમ સ્ટાઈલે બે મોબાઈલ ફોન લૂટાયા

 

નોકરીએ જતી યુવતીનો ફોન ચાલુ રિક્ષાએ લૂંટી લીધો

અમદાવાદ:  વસ્ત્રાપુર હવે ધૂમ બાઈકર્સે મોબાઈલ ફોનની લૂંટ શરૂ કરી છે વહેલી સવારે નોકરીએ જવા નીકળેલી યુવતીનો મોબાઈલ ફોન કેશવબાગ પાસે ચાલુ રિક્ષાએ લૂટીને બે શખ્શો પલાયન થઈ ગયા હતા જ્યારે સ્કૂલ પાસે ચાલીને મોબાઈલ ફોન ઉપર વાત કરરતા યુવકનો ફોન હેલમેટધારી યુવક લૂટી ગયા છે વસ્ત્રાપુર પોલીસ માટે મોબાઈલ લૂટારૂ બાઈકરનો નવા પડકાર ઉભો થયો છે.

ઘાટલોડિયામા રહેતા સોનીબહેન રાજપૂત વાસણમા આવેલી કંપનીમા નોકરી કરે છે તા ૨૬ના સવારે ૬-૧૦ વાગ્યાના અરસામા રન્ના પાર્કથી શિવરજની જવા નીકળેલા સોની બહેન ઓટો રિક્ષામાં અંદજન મંડળથી આગળ માણકેબાગ બીઆરટીએસ બસ સ્ટેન્ડથીથોડે આગળ પહોચ્યા હતા સોનીબહેનના હાથમા રહેલા મોબાઈલ ફોન પાછળથી બાઈક  ઉપર આવેલા બે શખ્શો ઝૂટવીને ભાગી છૂટ્યા હતા.

રૂ ૧૦૦૦૦ની કિમતનો ફોન લૂટીને કાળા રગના પલ્સર ઉપર કેશવબાગથીમાનસી તરફ નાસી છૂટેલા બે લૂટારા ૧૮ થી ૨૦ વર્ષના હતા વસ્ત્રાપુર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. બોડકદેવના સુમેરૂ બંગ્લોઝમાં રહેતા અમનભાઈ મનનભાઈશાહ માર્કેટિગની નોકરી કરે છે તા ૨૩ના રાતે આઠ વાગ્યાના અરસમામા અમનભાઈ ઘરેથી સ્કૂલની બહાર આવેલા પાર્લર ઉપર દૂધ લેવા જવા નીકળ્યા પાર્લર હતા.

રાતે સાડા આઠ વાગ્યા અરસામા સ્કૂલ બહારની ગાર્ડ પાસેથી પસાર થતા અમનભાઈ તેમના ભાઈ સાથે મોબાઈલ ફોનથી વાત કરી રહ્યા હતા આ સમયે પાછળથી એક બાઈખ આવી હતી હેલમેટધારી બાઈકર બે શખ્સ રૂ ૧૫૦૦૦ની કિમતનો ફોન લૂટીને ડ્રાઈવઈન રોડ તરફ પલાયન થઈ ગયા હતા.

આ ઉપરાંત ગઈકાલે સાજે મેમનગર ગુરુકુળ ખાતે રહેતા સુશીલાબબેન બ્રીજમોહન માલપાણી ૬૪ પોતાના ઘર નજીક વોકીગ માટે નીકળ્યા હતા સુશીલાબેન યુકો બેક નજીક નવનીત પ્રેસ સામે પહોચ્યા ત્યારે મોટરસાયકલ પર આવેલા બે શખ્શોને તેમના ગળામાથી રૂપિયા તેમના ગળામાથી રૂપિયા ગસ હજારની કિમતનો સોનાનો દોરો તોડી લીધો હોત અને સુભાષ ચોક તરફ ભાગી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.