Western Times News

Gujarati News

અમેરિકા હુમલા કરશે તો હાફિયા અને દુબઈને ફુંકી મરાશે : ઇરાન

તહેરાન: ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પે અમેરિકાને સીધી ચેતવણી આપી છે કે, જા તેના દ્વારા ભવિષ્યમાં ઇરાનની ધરતી ઉપર બોંબ ઝીંકવામાં આવશે તો જવાબમાં સંયુક્ત અરબ અમિરાતના દુબઈ અને ઇઝરાયેલના હાફિયા જેવા શહેરોને ટાર્ગેટ બનાવવામાં આવશે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડે કહ્યું છે કે, ઇરાન પર બોંબ ઝીંકવામાં આવશે તો આ બંને શહેરોને સંપૂર્ણપણે ફુંકી મારશે. એટલું જ નહીં તહેરાને અમેરિકાની અંદર પણ મિસાઇલો ઝીંકવાની ધમકી આપી છે. અશદ અને ઇરબિલ સ્થિત  બે અમેરિકી સૈન્ય સ્થળો ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ આ હુમલામં ૮૦ લોકોના મોત થયા હતા.

આવી સ્થિતિ  અમેરિકા આ મિસાઇલ હુમલા બાદ શાંત રહેશે નહીં. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું છે કે, ઇરાન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર તેની નજર રહેલી છે. થોડાક દિવસ પહેલા જ અમેરિકાએ ડ્રોન હુમલો કર્યો હતો જેમાં કુર્દ ફોર્સ કમાન્ડર કાસીમ સુલેમાનીનું મોત થયું હતું. સુલેમાનીને શુક્રવારના દિવસે બગદાદમાં ડ્રોન હુમલો કરીને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. સુલેમાનીને તેમના વતન નગર કરમાનમાં દફનાવવામાં આવી ચુક્યા છે જ્યાં મચી ગયેલી ભાગદોડમાં મોતનો આંકડો વધીને ૬૦ ઉપર પહોંચી ગયો છે. સુલેમાનીના શહેર કરમાનમાં આ ભાગદોડ મચી ગઈ હતી જ્યાં સુલેમાનીના જનાજાના જુલુસમાં ૧૦ લાખથી પણ વધારે લોકો ઉમટી પડ્યા હતા.

ઇરાકના બગદાદમાં અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયેલા લોકપ્રિય સૈન્ય કમાન્ડર કાસીમ સુલેમાનીની દફનવિધિ કરવામાં આવી ચુકી છે. ઇરાકના અમેરિકાના ડ્રોન હુમલામાં તેમનું મોત થયું હતું. રિવોલ્યુશનરી ગાર્ડની વિદેશી શાખાના કમાન્ડરના ગૃહનગરમાં લાખોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. તહેરાન, કોમ, મશહદ, અહવાઝમાં પણ લોકો જાહેર માર્ગો ઉપર ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં લોકો સ્વતંત્રતા શોક ઉપર જમા થયા હતા જ્યાં રાષ્ટ્રીય ધ્વજમાં લપેટાયેલી બે કોફિન મુકવામાં આવી હતી. એક કોફિનમાં સુલેમાની અને બીજી કોફિનમાં સાથી બ્રિગેડિયર જનરલ હુસૈન પુર જાફરી રહ્યા હતા. શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.