Western Times News

Gujarati News

ભરૂચના ગામડિયાવાડની ત્રણ દિવસથી ગુમ થયેલી વૃધ્ધાનો મૃતદેહ કાંસમાંથી મળી આવ્યો

(તસવીર -વિરલ રાણા, ભરૂચ)

કાંસમાં વૃદ્ધાનો મૃતદેહ પડ્યો હોવાની જાણ ફળીયામાં થતાં લોકોના ટોળા ઉમટ્યા હતા 

ભરૂચના એલીસ જીન વાવ નજીક ની કાંસ માં એક મહિલા નો મૃતદેહ પડ્યો હોવાની જાણ નજીકના ફળીયામાં રહેતા લોકોને થતા લોકોના ટોળા એકત્રિત થતાં આખરે વૃદ્ધ મહિલાની ઓળખ થતાં વાલીવારસો મળી આવ્યા હતા તો ભરૂચ નગર પાલિકા ના ફાયર ના માણસો એ વૃદ્ધા ના મૃતદેહ ને બહાર કાઢી પી.એમ અર્થે ખસેડ્યો હતો.

 બનાવ ની મળતી માહિતી અનુસાર ભરૂચ ના ગામડિયા વાડ વિસ્તાર માં રહેતી મેલીબેન રામુભાઈ વસાવા નામ ની વૃદ્ધા છેલ્લા ત્રણ દિવસ થી ગુમ થઈ હતી.જે તેના પરિવારજનોએ વૃદ્ધા ની શોધખોળ આરંભી હતી પરંતુ કોઈ અતોપટ્ટો મળ્યો ન હતો.જે બાદ આજરોજ બપોર ના સમયે પોતાના વિસ્તાર ની એલિસ જીન વાવ કાંસ પાસે થી મળી આવ્યો હતો.

આ કાંસ અનજીક કેટલાક બાળકો રમી રહ્યા હતા તે દરમ્યાન ખુલ્લી કાંસ માં કોઈ અજાણી મહિલા ની લાશ પડી હોવાની જાણ બાળકો એ ફળીયામાં કરતા ફળીયાના લોકો કાંસ માં રહેલ વૃદ્ધ મહિલાના મૃતદેહ નજીક એકત્રીત થઈ તપાસ કરતાં વૃદ્ધ મહિલા નજીક ના ફળીયા માં રહેતી અને ત્રણ દિવસ થી ગુમ થઈ હોવાની માહિતી મળતા મૃતદેહ મેલીબેન વસાવા નો હોવાનું મૃતક ની દીકરી લક્ષ્મીબેને  ઓળખ કરી બતાવી હતી તો આ વૃદ્ધ નું મગજ અસ્થિર થઈ જતા તેઓ ઘરે થી ચાલ્યા ગયા હોવાનું પણ જણાવ્યું હતું.

સમગ્ર ઘટના ની જાણ ભરૂચ બી ડિવિઝન પોલીસ ને થતા પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી કાંસ માં રહેલ વૃદ્ધ મહિલા નો મૃતદેહ બહાર કઢાવી તેનું મૃત્યુ ક્યાં કારણોસર થયું છે તે મુદ્દે તપાસ ના ચક્રો ગતિમાન કરી મૃતદેહ ને પી.એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

ખુલ્લી કાંસ રહીશો માટે જોખમી હોવાના સ્થાનિકોના આક્ષેપ.
ભરૂચ નગર પાલિકા દ્વારા વરસાદી કાંસો ની સફાઈ કરવામાં આવી હોવાના બણગા ફૂંકવામાં આવે છે પરંતુ ભરૂચ ના એલિસ જીન વાવની વરસાદી કાંસ ની સફાઈ ન થતાં ગંદકી ના સામ્રાજ્ય ના કારણે મચ્છરો ના ઉપદ્રવ સાથે રોગચાળો પણ ફાટી નીકળ્યો છે.ત્યારે ભરૂચ નગર પાલિકા પણ આ વિસ્તાર ની વરસાદી કાંસની સફાઈ કરાવે તે જરૂરી છે કારણ કે વરસાદી કાંસ ખુલ્લી છે

આ કાંસ નજીક સ્ટ્રીટ લાઈટ ના અભાવે ખુલ્લી કાંસ માં વૃદ્ધો ખાબકી રહ્યા છે અને અકસ્માત નો ભોગ પણ બની રહ્યા છે.ત્યારે ગતરોજ એક વૃદ્ધ મહિલા નું કાંસ માં ખાબકી જવાને કારણે મોત નીપજ્યું છે.કાંસ ની સફાઈ નહિ કરવામાં આવે તો આવનાર વરસાદી ઋતુ માં લોકો ના ઘર માં વરસાદી પાણી ભરાઈ રહેશે અને ગંદકી ના મચ્છરો ના ઉપદ્રવ થી લોકો રોગચારા માં સપડાય અને જીવ પણ ગુમાવી શકે તેવી દહેશત વર્તાઈ રહી છે અને આ કાંસ જોખમી હોવાના સ્થાનિકો આક્ષેપ પણ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.