Western Times News

Gujarati News

બાયડ ના વાસણીરેલ માં  ક્ષત્રિય સંમેલન યોજાયું 

ભાજપ અને કોંગ્રેસનું સંયુક્ત ક્ષત્રિય સંમેલન  યોજાયું  બાયડ તાલુકાના વાસણીરેલ ગામે ઈશ્વરસિંહ પરમાર ના ઘરે ભાજપ  તથા કોંગ્રેસ નું  સંયુક્ત સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં  મોટી સંખ્યામાં સમાજના આગેવાનો તથા સરપંચશ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલન વાસળી રેલમાં રાજકારણથી દૂર રાખી સમાજને આગળ લાવવા માટે યોજવામાં આવી જેમાં જુના ચાલી આવતા રૂઢિગત રિવાજોની યાદી તૈયાર કરવામાં આવી છે તેવું ભાજપના પ્રમુખ માનસીહ પરમારે જણાવ્યું હતું

આ સંમેલનમાં  ક્ષત્રિય સમાજ ના ઉથ્થાન માટે તમામ આગેવાનો એ એકઠા થઇ શિક્ષણ આરોગ્ય જેવી બાબતો ઉપર સમાજમાં જાગૃતતા આવે તે માટે  ચર્ચા કરવામાં આવી હતી આ સંમેલનમાં  બાયડ પૂર્વ ધારાસભ્ય ઉદેસિંહ ઝાલા,  ભુપતસિંહ સોલંકી  , છત્રસિંહ, બાયડ  ભાજપ પ્રમુખ માનસિંહ ,   વિનુસિંહ ,  વાસણીરેલ સરપંચશ્રી રતનસિંહ .અમરસિંહ ઝાલા તથા ઈશ્વરસિંહ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા..

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.