Western Times News

Gujarati News

પેટ્રોલિયમ ઉત્પાદનની જાળવણી જરૂરી : દેવવ્રત

અમદાવાદ: ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નિર્દેશો મુજબ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ., હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને ગેઈલ (ઈન્ડિયા) લિ. જનતામાં ઓઈલ અને ગેસની જાળવણીને પ્રોત્સાહન આપવા માટે પીસીઆરએ (પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસીએશન)ના સહયોગમાં ૧૬.૦૧.૨૦૨૦થી ૧૫.૦૨.૨૦૨૦ સુધી રાષ્ટ્રવ્યાપી સંરક્ષણ ક્ષમતા મહોત્સવ (સક્ષમ) ૨૦૨૦ની ઉજવણી હાથ ધરવામાં આવી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ગૈઇલ (ઈન્ડિયા) લિમિટેડ તેમજ પીસીઆરએના સહયોગમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.


તેલ અને ગેસ સંરક્ષણ ઝુંબેશ ૨૦૨૦ એટલે કે સક્ષમ-સંરક્ષણ ક્ષમતા મહોત્સવ ૨૦૨૦ને આજે અમદાવાદના અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન ખાતે જે બી ઓડિટોરિયમમાં ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ખૂલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે આઈઓસીએલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (ગુજરાત) અને ઓઈલ ઈન્ડસ્ટ્રી- ગુજરાતના રાજ્યકક્ષાના કો-ઓડિનેટર શ્રી એસ એસ લાંબા, તેલ ઉદ્યોગના અધિકારીઓ, ડિલરો, ડિસ્ટ્રીબ્યુટરર્સ અને ૩૫૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં.

આઈઓસીએલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (ગુજરાત) અને ઓઈલ ઈન્ડસ્ટ્રી-ગુજરાતના રાજ્યકક્ષાના કો-ઓડિનેટર શ્રી એસ એસ લાંબાએ આ પ્રસંગે મુખ્ય મહેમાન અને આમંત્રિતોને આવકાર્યા હતાં. તેમણે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પેટ્રોલિયમ પ્રોડક્ટસના ડહાપણભર્યા વપરાશ, ભવિષ્યની પેઢી માટે સંરક્ષણ અને પર્યાવરણના જતનની મહત્તા પર ભાર મૂક્યો હતો. ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમના પ્રાસંગીક ઉદબોધનમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની જાળવણી પર ભાર મૂક્યો હતો અને ગુજરાત રાજ્યમાં વિવિધ પ્રવૃત્તિઓના આયોજન બદલ ઓઈલ ઉદ્યોગની પ્રશંસા કરી હતી.

તેમણે ખાતરી આપી હતી કે, સરકાર પેટ્રોલિયમ ઉત્પાદનોના ઈષ્ટતમ ઉપયોગ માટે કટીબદ્ધ છે અને તેમણે સૌર અને પવન ઊર્જા જેવા વૈકલ્પિક ઊર્જા વિકસાવવા માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો અંગે પણ વાત કરી હતી. ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રીએ સક્ષમ ૨૦૨૦ની થીમ ઈંધન અધિક ન ખપાએ, આઓ પર્યાવરણ બચાએ અંગે વાત કરી હતી અને લોકોને ભવિષ્યની પેઢી માટે તેલ અને ગેસના સંરક્ષણની જરૂરીયાત પર ભાર મૂકવા વિનંતી કરી હતી.

પીસીઆરએ દ્વારા ગયા વર્ષે આયોજીત રાષ્ટ્રીય ચિત્ર અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓમાંથી ગુજરાતના વિજેતાઓને માનનીય રાજ્યપાલશ્રીના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ઓઈલ એન્ડ ગેસની જાળવણીની પહેલ સક્ષમ-૨૦૨૦ અંગે લોકોને જાગૃતિ લાવવા માટે મુખ્ય મહેમાન દ્વારા ઓઈલ અને ગેસ જાળવણીના સંદેશ દર્શાવતી શાળાના બાળકોની રેલીને લીલી ઝંડી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.