Western Times News

Gujarati News

20 જાન્યુઆરી 2020ના રોજ ‘પરીક્ષા પે ચર્ચા’ના ત્રીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવશે

નવી દિલ્હી,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “ટાઉન હોલ” ચર્ચા કાર્યક્રમના ત્રીજા સંસ્કરણ ‘પરીક્ષા પે ચર્ચા’ 2020નું આયોજન  ભારત અને વિદેશમાં આવતા વિવિધ વર્ગના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે કરવામાં આવશે. 20 જાન્યુઆરી 2020ના રોજ સવારે 11.00 વાગ્યે નવી દિલ્હીમાં તાલકાટોરા સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે, વિદ્યાર્થીઓમાં પરીક્ષા માટેનો તણાવ દૂર કરવા માટે આ ખાસ આયોજન કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આ અનોખા કાર્યક્રમમાં માત્ર ભાગ લેવા માટે જ નહીં, પરંતુ પ્રધાનમંત્રી તરફથી મૂલ્યવાન સૂચનો મેળવવા માટે પણ ખૂબ ઉત્સાહ અને આતુરતા જોવા મળી રહ્યા છે જેઓ ઇચ્છે છે કે વિદ્યાર્થીઓ આરામદાયક માહોલમાં હળવાશથી પરીક્ષા આપે તેઓ કોઇપણ પ્રકારે તણાવની સ્થિતિમાં ન રહે જેથી લાંબાગાળે તેઓ સારુ પરિણામ સુનિશ્ચિત કરી શકે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે My Govના સહયોગથી શાળાના વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ 2020 પ્રધાનમંત્રીના ચર્ચા કાર્યક્રમના ત્રીજા સંસ્કરણના ભાગરૂપે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ‘ટૂંકા નિબંધ’ની સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધા માટે 2 ડિસેમ્બર 2019 થી 23 ડિસેમ્બર 2019 દરમિયાન www.mygov.in દ્વારા એન્ટ્રીઓ મંગાવવામાં આવી હતી.

આ સ્પર્ધા માટે 3 લાખથી વધુ બાળકોએ પોતાનું નામ નોંધાવ્યું હતું, જેમાંથી 2.6 લાખ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 2019માં સ્પર્ધામાં 1.03 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જે પૈકી વિજેતાઓને ‘પરીક્ષા પે ચર્ચા’ 2020 માં ભાગ લેવા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવાની તક મળી છે. ‘પરીક્ષા પે ચર્ચા’ 2020માં ભારતભરમાંથી લગભગ 2000 વિદ્યાર્થીઓ ભાગ લેશે.

સી.બી.એસ.ઇ. અને કે.વી.એસ. સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સંબંધિત મુદ્દાઓ પર પેઇન્ટિંગ અને પોસ્ટર બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી પસંદગી પામેલા પેઇન્ટિંગ/પોસ્ટર ‘પરીક્ષા પે ચર્ચા’ 2020 દરમિયાન પ્રધાનમંત્રી સમક્ષ યોજાનારા પ્રદર્શનનો હિસ્સો બનશે. આના માટે કુલ 750 પોસ્ટરો અને પેઇન્ટિંગ્સ પ્રાપ્ત થયા છે, તેમાંથી સમિતિ દ્વારા શ્રેષ્ઠ 50 પેઇન્ટિંગ્સ/પોસ્ટરો પસંદ કરવામાં આવ્યા છે. આને નવી દિલ્હીમાં કાર્યક્રમના સ્થળ તાલકટોરા સ્ટેડિયમ ખાતે પ્રદર્શિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યક્રમની શરૂઆત પહેલા આ પ્રદર્શન નિહાળશે.

આ કાર્યક્રમ વધુ વિદ્યાર્થીઓ કેન્દ્રિત બનાવા માટે પ્રથમ વખતના વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી સાથે એક કલાક સુધી લાંબી ચર્ચામાં ભાગ લેવાની તક અપાશે. આ વર્ષે, ચાર કેન્દ્રિય વિદ્યાલય સંગઠન (કે.વી.એસ.) શાળાના વિદ્યાર્થીઓ કાર્યક્રમની તુલના કરશે. કે.વી.એસ. ના આ ચાર વિદ્યાર્થીઓને ગયા વર્ષે કે.વી.એસ. દ્વારા આયોજીત એક ભારત શ્રેષ્ઠ ભારત પર્વ ચર્ચા સ્પર્ધામાંથી પસંદ કરવામાં આવ્યા હતા. આ ચાર વિદ્યાર્થીઓમાં બે છોકરીઓ અને બે છોકરાઓ છે.

સમગ્ર દેશમાંથી ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને દૂરદર્શન (ડીડી નેશનલ, ડીડી ન્યૂઝ, ડીડી ઇન્ડિયા)/રેડિયો ચેનલોમાં (ઓલ ઈન્ડિયા રેડિયો મીડિયમ વેવ, ઓલ ઈન્ડિયા રેડિયો એફએમ ચેનલ) પર કાર્યક્રમનું પ્રસારણ નિહાળવા/સાંભળવાની વિનંતી કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.