Western Times News

Gujarati News

સોલામાં જામીન પર આવેલા શખ્સે યુવતિને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર

Files Photo

અમદાવાદમાં મહિલાઓ અસુરક્ષિત : સોલામાં જ એક સગીરાને ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક કરી, ફસાવીને, ધમકીઓ આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ

(પ્રતિનિધિ) અમદાવાદ: સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો સુત્ર દ્વારા દિકરીઓના શિક્ષણ માટે જારશોરથી પ્રચાર કરવામાં આવી રહયો છે. અવારનવાર દિકરીઓને પ્રોત્સાહન મળે તેવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. જાકે દિકરીને ભણવા મોકલતા મા-બાપોને દિકરી બચાવાની સતત ચિંતા રહેતી હોય છે. સમાજમાં રહેલા હવસખોરો દ્વારા ધાકધમકી લાલચો તથા અન્ય રીતે યુવતી મહીલાઓને બાળકીઓને ફોસલાવીને તેમની સાથે દુષ્કર્મ કરવાના કિસ્સા ભયજનક રીતે વધી રહયા છે ત્યારે દરેક માતા-પિતા હેમખેમ પોતાની દિકરી ઘરે પરત ફરે એની જ રાહ જાતા હોય છે.


આ પરિસ્થિતિમાં  શહેરના સોલા તથા વસ્ત્રાપુર વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ તથા યુવતિની છેડતી કરવાના અને તેમને મારી નાંખવાની ધમકીઓ આપવાના કિસ્સા સામે આવતા ચકચાર મચી ગઈ છે. સોલામાંં થોડા સમય અગાઉ એક યુવતિને ગળે ચપ્પુ રાખીને એક તરફી પ્રેમમાં પાગલ યુવાને તેને ગંભીર રીતે ઘાયલ કરી હતી જેના પગલે પોલીસે તેની ધરપકડ કરી હતી. અને આ યુવતિને સારવાર લેવાની ફરજ પડી હતી

જાકે થોડા દિવસ અગાઉ જ જામીન પર બહાર આવેલા આ માથાભારે શખ્સે ફરીથી યુવતિનો સંપર્ક કરીને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર મચી છે. ઉપરાંત અન્ય કિસ્સામાં એક શખ્સે ઈન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવ્યા બાદ સગીરાને મળવા બોલાવી હતી બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું ઉપરાંત શખ્સ સગીરાને જાનથી મારી નાંખવાની તથા ભાઈનું અપહરણ કરવાની ધમકીઓ આપીને વારંવાર તેનું શોષણ કરતા આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેમણે પણ પોલીસના દ્વાર ખટખટાવ્યા છે. ત્રીજી ઘટનામાં એસજી હાઈવે પર જતી એક યુવતિ સાથે પણ સરેઆમ છેડતીની ઘટના બનતા હવે શહેરની યુવતીઓ તથા મહિલા અસલામતીની લાગણી અનુભવી રહી છે.

ઘાટલોડીયા વિસ્તારમાં કેટલાંક મહીના અગાઉ એક તરફી પ્રેમમાં પાગલ મિહીર ચૌધરી (રહે. શિવ કેદાર ફલેટ, ચાંદલોડીયા) નામના શખ્સે નીધી પંચાલ નામની યુવતિને ભરબજારમાં બાનમાં લઈ તેના ગળે ચપ્પુ રાખીને લગ્ન કરવા દબાણ કર્યુ હતું ભરબજારે ઘટના બનતા લોકોના ટોળા પણ એકત્રીત થઈ ગયા હતા. જાકે મિહીરે યુવતીના ગળે ધારદાર ચપ્પુ લગાવતા કોઈ તેને બચાવવા આગળ વધ્યુ નહોતું અને ગણતરીના સમયમાં જ મિહીરે નીધીના ગળા પર ચપ્પુ વડે લીટા મારતાં તેને મરણતોલ હાલતમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી

જયારે પોલીસે મિહીર ચોધરીને તેની સામે કાર્યવાહી કરતા તેને જેલમાં મોકલી અપાયો હતો. જાકે આગલા મહીના બાદ જામીન પર છુટીને આવેલા મિહીરે ફરીથી નિધીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો જાકે તે ન થઈ શકતા તેણે નિધીને ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક કર્યોહતો ઉપરાંત તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં નિધી અને તેના પરિવારજનો ચિંતાતુર થઈ ગયા હતાં અને એક તરફી પ્રેમમાં પાગલ મીહીર ફીરથી કોઈ હિંસક હુમલો કરે એ પહેલાં જ નિધીને લઈ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા જયાં તેમની વાત સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને જામીન પર બહાર આવેલા મિહીરને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે અગાઉ જીવલેણ હુમલો કરી ચુકેલા મિહીરે ફરી નિધીને ધમકી આપ્યાની વાત ફેલાતા આસપાસના રહીશોમાં પણ ચર્ચાએ જાર પકડ્યું છે.

બીજી ઘટનાની વિગત એવી છે કે ચાણક્યપુરી વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧પ વર્ષીય દિકરી સોશીયલ મિડીયા પર એક્ટીવ હતી ત્યોર ઈન્સ્ટાગ્રામ દ્વારા પાર્થ પ્રકાશભાઈ નામના શખ્સે તેની સાથે મિત્રતા કેળવી હતી બાદમાં સગીરાને અવારનવાર મળવા બોલાવીને તેને ધાક ધમકીઓ આપીને શારીરિક સંબંધો બાંધવા દબાણ કર્યું હતું જાકે સગીરાએ તાબે ન થતાં પાર્થ એ સગીરાના ભાઈનું અપહરણ કરવાની અને તેને પણ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા ડરી ગયેલી સગીરા તેને શરણે થઈ હતી

આ  સ્થિતિનો  લાભ ઉઠાવી પાર્થે તેની સાથે અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ આચર્યુ હતુ અને બાદમાં સગીરાને મળવા બોલાવતા તેણે મળવાનું ઈન્કાર કરતાં પાર્થે અવારનવાર ભાઈનું અપહરણ કરી જવાની ધમકીઓ આપી તેની સાથે બળાત્કાર કર્યો હતો પોતાની સાથે બનેલી ઘટનાને પગલે ગભરાઈ ગયેલી સગીરા સુનમુન બેસી રહેતા પરીવારજનોએ તેની પુછપરછ કરી હતી જેથી સગીરાએ પોતાની સાથે બનેલી ઘટના જણાવતા પરીવારજનો ચોંકી ઉઠયા હતા અને સગીરાને લઈ તુરંત જ સોલા પોલીસ સ્ટેશન ખાતે પહોચ્યા હતા જયાં ફરીયાદ લઈને પોલીસે આ પાર્થ પ્રકાશ હંસોટા નામના શખ્સને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.