Western Times News

Gujarati News

આતંકવાદના મુદ્દે ભારત-અમેરીકા સાથે મળી કામ કરશેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

બ્રિક્સ-સંમેલનમાં ભારત, અમેરીકા તથા જાપાન વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક

(પ્રતિનિધિ દ્વારા) ન્યુયોર્ક, જાપાનમાં બ્રીક્સ દેશોના સંમેલનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક કલાક સુધી મહ¥વપૂર્ણ બેઠક થઈ હતી. આ બેઠકમાં ૪ મુદ્દાઓ અંગે પ્રથમ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ટ્રમ્પે મોદીને જીતના અભિનંદન આપી મોદીને કામગીરીના વખાણ કર્યા હતા. ટ્રમ્પે જણાવ્યુ હતુ કે હવે ભારત તથા અમેરીકા વચ્ચે સંબંધો વધુ ગાઢ બનશે.

બીજી તરફ મોદીએ પણ આતંકવાદને મુદ્દે મહત્વપૂર્ણ રજુઆત કરતા જણાવ્યુ હતુ કે આ મુદ્દે વશ્વિક સમંલન બોલાવવા માટે અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ટ્રમ્પે અમેરીકન ચીજ-વસ્તુઓ પરની ડ્યુટી ઘટાડવા મોદીને અનુરોધ કર્યો હતો. ભારત સાથે વેપાર વધારવા અંગે પણ મહ¥વની ચર્ચાઓ થઈ હતી. જાપાનમાં યોજાયેલી બ્રીક સંમેલનમાં ભારત-ચી રશિયા, અમેરીકા, જાપાન, સહિતના દેશોના પ્રમુખો તથા વડાપ્રધાનો ઉપÂસ્થત રહ્યા હતા.

તથા તમામ નેતાઓ વચ્ચે બેઠકો યોજાઈ રહી છે. અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જાપાનમાં શિંઝો આબે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મહ¥વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. અંદાજે એક કલાકથી વધુ ચાલેલી આ બેઠકમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે વિશેષ ચર્ચા થઈ હતી. આ બેઠકમાં સૌ પ્રથમ ટ્રમ્પે લોકસભાની ચૂંટણીમાં જ્વલંત વિજય બદલ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. અને જણાવ્યુ હતુ કે હવે ભારતના તથા અમેરીકા વચ્ચે સંબંધો વધુ ગાઢ બનશે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગેસ અને તેલના મુદ્દે ચર્ચામાં જણાવ્યુ હતુ કે આ બંન્ને આવશ્યક ચીજવસ્તુઓ સસ્તા ભાવે ઉપલબ્ધ થવી જાઈએ. આ ઉપરાંત આતંકવાદના મુદ્દે પણ મોદીએ જણાવ્યુ હતુ કે આ મુદ્દે વૈશ્વિક સંમેલન કરી દેવા જાઈએ. મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે આતંકવાદના મુદ્દે ભારત-અમેરીકા સાથે મળીને કામ કરશે. આ બેંઠકમાં ટ્રમ્પે ભારતમાં તાજેતરમાં ે અમેરીકન ચીજવસ્તુઓ ઉપર ડ્યુટી વધારવાના મુદ્દે નારાજગી વ્યકત કરી હતી. તથા મોદીને અનુરોધ કર્યો હતો કે આ ડ્યુટી ઘટાડવી જાઈએ.

ત્રિપક્ષીય આ બેઠકમાં ઈરાન તથા સંરક્ષણ સહિતના મુદ્દે ત્રણે નેતાઓએ લંબાણપૂર્વકની ચર્ચા કરી હતી. આ બેઠકમાં હકારાત્મક અભિગમના પગલે મહ¥વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં મોદીએ નામ લીધા વગર પાકિસ્તાન પર આતંકવાદના મુદ્દે સખ્ત પ્રહારો કર્યા હતા.

બ્રીક્સ સંમેલનમાં આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાન પ્રમુખ વ્લામિદીર પુટીન, તથા ચીનના પ્રમુખ શી ઝીંગપીંગ વચ્ચે મહ¥વપૂર્ણ બેઠક યોજાનાર છે. આ બેઠક પર તમામની નજર મંડાણી છે. ખાસ કરીને આતંકવાદના મુદ્દે ચીનના બેવડા વલણ પર તમામની નજર છે. આમ, બ્રીક્સ સંમેલનમાં આજે પણ મહ¥વપૂર્ણ બેઠકો યોજાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.