Western Times News

Gujarati News

કોર્ટે બળાત્કારના આરોપી વ્યક્તિને મુક્ત કરી દીધો

નવીદિલ્હી, દિલ્લીની અદાલતે બળાત્કારના આરોપી વ્યક્તિને મુક્ત કરી દીધો છે કારણકે ફરિયાદકર્તા તેની પત્ની હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ કે આ ગુનો ના હોઈ શકે કારણકે ફરિયાદ કરનારે તેની સાથે લગ્ન કર્યા હતા અને જે સમયે રેપનો રિપોર્ટ છે તે સમયે તે આરોપીની પત્ની હતી. અધિક સત્ર ન્યાયાધીશ ઉમેદ સિંહ ગ્રેવાલે આરોપીને મુક્ત કરતા કહ્યુ કે મહિલાએ વ્યક્તિ પર જુલાઈ ૨૦૧૬માં બળાત્કારનો આરોપ લગાવ્યો છે. એ સમયે તે આરોપીની પત્ની હતી માટે તે આને બળાત્કારનો કેસ માની શકાય નહિ. અદાલતે કહ્યુ કે ફરિયાદકર્તાએ આરોપી સાથે નવેમ્બર ૨૦૧૫માં લગ્ન કર્યા હતા. વળી, બળાત્કારનો કેસ જુલાઈ ૨૦૧૬નો છે, એવામાં આ કેસ નથી બનતો.

ફરિયાદકર્તા અને આરોપી પંજાબમાં રહેતી હતી. બંને લગ્ન કરી ચૂક્યા હતા. આ દરમિયાન મહિલાને માલુમ પડ્‌યુ કે તેનો પતિ ચોરીના કેસમાં દોષિત ઠેરવાયો છે અને જેલ જઈ ચૂક્યો છે. ત્યારબાદ તે તેને કહ્યા વિના ચૂપચાપ દિલ્લી આવી ગઈ. થોડા દિવસ બાદ પતિ દિલ્લી પહોંચ્યો અને મહિલાને વિશ્વાસ અપાવ્યો કે તે હવે સુધરી જશે. ત્યારબાદ આરોપીએ મહિલાના ૨ લાખ રૂપિયા ચોરી લીધા. પત્નીએ ત્યારે તેની સાથે રહેવાનો ઈનકાર કરી દીધો.

મહિલાએ આની ફરિયાદ પોલિસને કરી અને તેની ધરપકડ પણ થઈ. ફરિયાદકર્તાએ આરોપ લગાવ્યો કે તેણે પતિને કોઈ સંબંધ ન રાખવાની વાત કહી પરંતુ તે તેના ઘરે આવતો રહ્યો અને વારંવાર બળજબરીથી શારીરિક સંબંધ બનાવતો રહ્યો. જેના પર તેણે કેસ કર્યો. ગુરુવારે અદાલતને એમ કહીને આરોપીને મુક્ત કરી દીધો કે આરોપીએ જ્યારે ફરિયાદકર્તા સાથે બળજબરીથી સંબંધ બનાવ્યા ત્યારે તે તેની પત્ની હતી માટે બળાત્કારનો કેસ બનતો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.