Western Times News

Gujarati News

બજેટમાં ૧૦ લાખ પગાર મેળવતાં લોકો માટે મોદી સરકાર મોટી જાહેરાત કરી શકે છે

નવીદિલ્હી, બજેટનો ઉલ્લેખ આવતાં જ સામાન્ય રીતે મિડલ ક્લાસ સૌથી વધુ આશાંવિત હોય છે. ઓકે ગત બે બજેટમાં મિડલ ક્લાસને સરકારે કોઇ ખાસ ભેટ આપી નથી. સૂત્રોનું કહેવું છે કે ૨૦૨૦માં નાણામંત્રી નિર્મલા સીતારમણ મિડલ ક્લાસને જ મોટી છૂટ આપી શકે છે. સૂત્રોનું માનીએ તો બજેટમાં ૧૦ લાખ રૂપિયા સુધીની ઇનકમવાળાઓને મોટી છૂટ મળી શકે છે. સૂત્રોના અનુસાર ઇનકમ ટેક્સમાં છૂટની તો જાહેરાત થશે સાથે જ ૧૦ લાખ રૂપિયા સુધીની આવકવાળાઓ માટે નવો સ્લેબ આવી શકે છે.

નાણા મંત્રાલયને સૂત્રોના હવાલેથી કહેવામાં આવી રહ્યું છે કે હાલની સિસ્ટમમાં ફક્ત ઇનકમ ટેક્સ માટે કુલ ૩ સ્લેબ છે. તેમાં ૨.૫ લાખ થી ૫ લાખ સુધીની આવકવાળાઓને ૫ ટકા સ્લેબમાં રાખવામાં આવે છે. તો બીજી તરફ ૫-૧૦ લાખની આવકવાળાઓને ૨૦ ટકા ટેક્સ ચૂકવવાનો હોય છે. ૧૦ લાખ રૂપિયાથી ઉપરની આવકવાળાઓને ૩૦ ટકા ટેક્સ લાગે છે. નાણા મંત્રાલયના સૂત્રોના અનુસાર આગામી બજેટ (મ્ેઙ્ઘખ્તીં ૨૦૨૦)માં ૧૦ લાખ રૂપિયા સુધીની આવકવાળાઓને મોટી રાહત મળી શકે છે. આ ઇનકમ વર્ગ માટે ૧૦ ટકાનો નવો સ્લેબ આવી શકે છે.

સરકર મિડલ ક્લાસને મોટી રાહત આપવા અંગે વિચાર કરી ચૂકી છે. બજેટ -૨૦૨૦માં ૨.૫ લાખથી ૫ લાખવાળાઓ પર હાલ ૫ ટકા ટેક્સ છે. તેને યથાવત રાખવામાં આવી શકે છે, પરંતુ ૫ લાખથી ૧૦ લાખની આવક પર હાલ ૨૦ ટકા ટેક્સ છે, જેને ઘટાડીને ૧૦ ટકા કરવામાં આવી શકે છે. એટલે કે ૧૦ લાખની આવકવાળાઓને ફક્ત ૧૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે. તેના માટે નવા સ્લેબનો પ્રસ્તાવ આવી શકે છે. એટલે કે હવે ઇનકમ ટેક્સમાં ૪ સ્લેબ હશે. ૨.૫ લાખ રૂપિયા સુધીની ઇનકમ ટેક્સ ફ્રી રહેશે. હાલની સિસ્ટમમાં ૧૦ લાખથી ઉપરની ઇનકમ પર ૩૦ ટકા ટેક્સ લાગે છે. સૂત્રોનું માનીએ તો આ સ્લેબને પણ તોડવામાં આવી શકે છે. એટલે કે ૧૦ થી ૧૫ લાખ રૂપિયા સુધી આવકવાળાઓને ૨૦ ટકા અને ૧૫ ટકાથી ઉપરની આવકવાળાઓને ૩૦ ટકા ટેક્સના દાયરામાં રાખવામાં આવી શકે છે. તો બીજી તરફ ૨ કરોડની ઇનકમને ૩૫ ટકા ટેક્સ સ્લેબમાં જવાનો પ્રસ્તાવ આવી શકે છે.

હાલની સિસ્ટમમાં અત્યાર સુધી ઇનકમ ટેક્સ સાથે ૪ ટકા હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ લાગે છે. હવે બજેટ – ૨૦૨૦માં ૧૫ ટકા રૂપિયાથી ઉપરની આવકવાળાઓ પર નવો સેસ લાગી શકે છે. સૂત્રોનું માનીએ તો ૧૫ લાખથી ઉપરની આવકવાળાઓને ૧ ટકા વધારાનો સેસ ચૂકવવો પડી શકે છે. બજેટ ૨૦૨૦માં આ સેસને લાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. કુલ મળીને ૧૫ લાખથી ઉપરની આવકવાળાઓને ઇનકમ ટેક્સની સાથે ૫ ટકા સેસ ચૂકવવો પડશે. દરમિયાન સૂત્રો મુજબ, શ્રમ મંત્રાલયે નાણા મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો છે.

આ પ્રસ્તાવ મુજબ હાલની છૂટની મર્યાદા ૧૫,૦૦૦ રૂપિયાથી વધારીને ૫૦,૦૦૦ રૂપિયા કરી દેવામાં આવે. મૂળે, પેન્શનથી થનારી આવક, આવકના અન્ય સ્ત્રોતો હેઠળ આવે છે અને ટેક્સેબલ હોય છે. તેની પર હાલ ૫૦ હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શનનો ફાયદો નથી મળતો. શ્રમ મંત્રાલયનું કહેવું છે કે આ ભેદભાવપૂર્ણ છે. એટલે કે પેન્શનર્સને તેનો ફાયદો આપવામાં આવે તો તે વધુ સારું રહેશે. તેનાથી નાણા મંત્રાલય પર વધુ ભારણ પણ નહીં પડે. સરકાર આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે અને શક્ય છે કે આ રાહતની જાહેરાત આ વખતના બજેટમાં થઈ જાય.

આ ઉપરાંત, પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં ઇન્કમ ટેક્સમાં પણ મોટો ફેરફાર હોઈ શકે છે. સૂત્રોનું માનીએ તો વાર્ષિક ૭ લાખ રૂપિયા સુધીની કમાણી પર ૫% ટેક્સનો પ્રસ્તાવ છે. હાલના સમયમાં વાર્ષિક ૫ લાખ રૂપિયા સુધીની કમાણી પર ૫ ટકા ટેક્સ લાગે છે. બીજી તરફ, ૭થી ૧૦ કે ૧૨ લાખ રૂપિયા સુધીની કમાણી પર ૧૦ ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. હાલના સમયમાં ૫થી ૧૦ લાખ રૂપિયા સુધીની કમાણી પર ૨૦ ટકા ટેક્સ લાગે છે.

૧૦થી ૨૦ લાખ રૂપિયા સુધીની કમાણી પર ૨૦ ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. હાલના સમયમાં ૧૦ લાખ રૂપિયાથી વધુની કમાણી પર ૩૦ ટકા ટેક્સ લાગે છે. ૨૦ લાખથી ૧૦ કરોડ રૂપિયા સુધીની કમાણી પર ૩૦ ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત ૧૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી પર ૩૫ ટકા ટેક્સનો પ્રસ્તાવ છે.જયારે ંમધ્યમ વર્ગના લોકોનું માનવુ છે કે મોદી સરકારે મધ્યમ વર્ગના લોકોને રાહત આપવી જાઇએ આ ઉપરાંત મોધવારી ઓછી કરવા માટેના પ્રયાસો કરવા જાઇએ આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં ઉદ્યોગ અને કારાબારને ગતિ આપવા માટે નવા બજેટ હેઠળ વિવિધ પ્રોત્સાહનોની જરૂરત છે દેશ અને દુનિયાના અર્થનિષ્ણાંતો અને ઉદ્યોગ કારોબારીઓનો મત છે કે પગારદાર અને મધ્ય વર્ગને રાહત મળવી જોઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.