Western Times News

Gujarati News

મર્સિડિઝ-બેન્ઝની અકસ્માત થયેલી કાર ત્રણ દિવસમાં રિપેર થઈ જશે

  • ફાસ્ટ લેન બોડી એન્ડ પેઇન્ટ રિપેર પ્રથમ પ્રકારની પહેલ છે, જે અકસ્માતમાં નુકસાનગ્રસ્ત કારની રિપેરિંગ કામગીરીને ઝડપી બનાવે છે
  • આ સર્વિસ સાથે મર્સિડિઝ-બેન્ઝ ઇન્ડિયાના ગ્રાહકોને હવે 3 દિવસની અંદર અકસ્માત થયેલી કાર ઓરિજિનલ કન્ડિશનમાં પરત મળશે
  • અસરકારક પ્રક્રિયાઓ, ઓછામાં ઓછો ડાઉનટાઇમ અને ઝડપી ડ્રાઇંગ ઘટકોનો ઉપયોગ કરીને આ સફળતા હાંસલ થઈ છે, જેમાં રિપેરિંગની ગુણવત્તા સાથે કોઈ સમાધાન કરવામાં આવતું નથી
  • ફાસ્ટ લેન બોડી એન્ડ પેઇન્ટ રિપેર સર્વિસ મુંબઈ, અમદાવાદ અને પૂણેમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ છે તથા અન્ય શહેરોમાં તબક્કાવાર રીતે શરૂ થશે
  • આ ગ્રાહકકેન્દ્રિત પહેલ મર્સિડિઝ-બેન્ઝ બ્રાન્ડના વર્ષ 2020 માટેના મંત્ર રેસ્ટલેસ ફોર ટૂમોરોનો ભાગ છે, જે ભારતમાં લક્ઝરી ઓટોમોટિવ બજારનું વિસ્તરણ કરવા મર્સિડિઝ-બેન્ઝની અનેક ઇનોવેટિવ સર્વિસીસ ઓફર કરે છે

 અમદાવાદઃ ભારતની સૌથી મોટી લક્ઝરી કાર ઉત્પાદક મર્સિડિઝ-બેન્ઝે આજે એક પ્રકારનો ઇનોવેટિવ સર્વિસ પ્રોગ્રામ ફાસ્ટ લેન બોડી એન્ડ પેઇન્ટ રિપેર શરૂ કર્યો હતો. આ ગ્રાહક-કેન્દ્રિત સર્વિસ પહેલનો ઉદ્દેશ કારની માલિકીના સંપૂર્ણ અનુભવને વધારવાનો છે, જેથી લક્ઝરી કાર સેગમેન્ટમાં અનુભવ મુખ્ય વિશિષ્ટ પરિબળ બને.

ફાસ્ટ લેન બોડી એન્ડ પેઇન્ટ રિપેર સાથે 3 દિવસની અંદર અકસ્માત સાથે સંબંધિત રિપેરિંગ કામકાજ થઈ જાય છે અને કાર ગ્રાહકોને પરત મળી શકે છે. આટલી ઝડપી કામગીરી કાર્યદક્ષ પ્રક્રિયાઓ, ઓછામાં ઓછા ડાઉનટાઇમ અને ઝડપી ડ્રાઇંગ ઘટકોથી શક્ય બની છે. તેમાં રિપેરિંગની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવતું નથી. એટલે ગ્રાહકોને નુકસાન થયેલી કાર રિપેર થઈને ઝડપથી મળશે. વળી કાર ઝડપથી રોડ પર દોડતી થશે, એની મોબિલિટીમાં સુધારો થશે અને ગ્રાહકોની મુશ્કેલીઓમાં ઘટાડો થશે. ઉપરાંત ગ્રાહકો ઇન્સ્યોરન્સ રિપેર કામગીરીઓ માટે સર્વિસનો લાભ પણ મેળવી શકે છે.

આ વિશે મર્સિડિઝ-બેન્ઝ ઇન્ડિયાના કસ્ટમર સર્વિસીસ અને કોર્પોરેટ અફેર્સના વાઇસ પ્રેસિડન્ટ શેખર ભીડેએ કહ્યું હતું કે, લક્ઝરી કારમાં લીડર તરીકે લક્ઝરી કારનાં બજારનું વિસ્તરણ કરવું અમારી જવાબદારી છે. ભારતમાં અમારી વૃદ્ધિમાં ગ્રાહકોને ગુણવત્તાયુક્ત સેવાઓ આપવી મુખ્ય પરિબળ છે. અમે મર્સિડિઝ-બેન્ઝમાં ભારતમાં લક્ઝરી ઓટોમોટિવ સેગમેન્ટ માટે ઉત્કૃષ્ટ સેવાના નવા માપદંડો સતત સ્થાપિત કરીએ છીએ. ફાસ્ટ લેન બોડી એન્ડ પેઇન્ટ રિપેર આ દિશામાં એક પગલું છે. ટર્નએરાઉન્ડ ટાઇમ, ખાસ કરીને અકસ્માત દરમિયાન, સૌથી વધુ હોય છે અને એનાથી કારના માલિકોને મુશ્કેલી પડી શકે છે. ઝડપી અને અસરકારક સર્વિસ સાથે અમે આ પ્રકારના ગાળામાં અમારા ગ્રાહકોને સપોર્ટ કરવા ઇચ્છીએ છીએ. અમને ખાતરી છે કે, આ પહેલથી દાયકાઓથી અમને અમારા ગ્રાહકો પાસેથી પ્રાપ્ત થયેલા વિશ્વાસને વધારવામાં મદદ મળશે.

 બેન્ચમાર્ક કાર્સના ગ્રૂપ ચેરમેન શ્રી સંજય ઠક્કરે કહ્યું હતું કે, અમને આ નવી પહેલ શરૂ કરવાની ખુશી છે. કસ્ટમર સર્વિસીસ મુખ્ય વિશેષતા છે, ખાસ કરીને લક્ઝરી કાર સેગમેન્ટમાં. અમે એ સુનિશ્ચિત કરવા ઇચ્છીએ છીએ કે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ મળે, જેથી બ્રાન્ડમાં એમણે મૂકેલો વિશ્વાસ વધે. આ પ્રકારની પહેલેથી ગ્રાહકો બ્રાન્ડ પાસેથી જે અપેક્ષાઓ રાખે છે એને પૂર્ણ કરવામાં મદદ મળે છે અને તેમનો વિશ્વાસ વધે છે.હવે આ સર્વિસ અમદાવાદ, મુંબઈ અને પૂણેમાં ઉપલબ્ધ છે તથા ટૂંક સમયમાં વર્ષ 2020માં વધુ 7 શહેરોમાં શરૂ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.