Western Times News

Gujarati News

PM મોદી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓને મળ્યા

નવી દિલ્હી: રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2020થી સન્માનિત બાળકો સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે તેઓ બહાદુર બાળકોની કહાની સોશિયલ મીડિયામાં શેર કરશે. પીએમ મોદીએ બાળકોને કહ્યું કે તમે આટલી ઓછી ઉંમરમાં જે કામ કર્યું તે અદભૂત છે.  પીએમ મોદીએ કહ્યું કે થોડીવાર પહેલા તમારા  બધાનો પરિચય જ્યારે થઈ રહ્યો હતો ત્યારે હું સાચે જ સ્તબ્ધ હતો. આટલી ઓછી ઉંમરમાં જે પ્રકારે તમે બધાએ અલગ અલગ વિસ્તારોમાં જે પ્રયત્નો કર્યા છે, જે કામ કર્યું છે તે અદભૂત છે.

પીએમ મોદીએ કહ્યું કે તમે બધા કહેવામાં તો નાની ઉંમરના છો પરંતુ તમે જે કામ કર્યું છે તે કરવાની વાત તો છોડો તેને વિચારવામાં પણ મોટા મોટા લોકોના પરસેવા છૂટી જાય છે. તેમણે કહ્યું કે તમારા જેવા યુવા સાથીઓના સાહસિક કાર્યો અંગે જ્યારે હું સાભળું છું ત્યારે મને પ્રેરણા મળે છે. તમારા જેવા બાળકોની અંદર છૂપાયેલી પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે જ આ રાષ્ટ્રીય પુરસ્કારોનો દાયરો વધારવામાં આવ્યો છે.

પીએમ મોદીએ બાળકોને પૂછ્યું કે તમારામાંથી કોણ છે જેને દિવસમાં ચારવાર પરસેવો વળે છે. ભરપૂર પરસેવો આવે છે. એવા કેટલા છે. એક પણ બાળક એવો ન હોવો જોઈએ જેને દિવસમાં ચારવાર પરસેવો ન વળતો હોય.  મને કોઈએ પૂછ્યું હતું કે તમારા ચહેરા પર આટલું તેજ કેમ છે. મેં જવાબ આપ્યો હતો કે મારા શરીરમાંથી એટલો પરસેવો નીકળે છે કે તેનાથી હું ચહેરા પર માલીશ કરું છું અને એટલે ચહેરો ચમકી જાય છે.

પીએમ મોદીએ બાળકોને પૂછ્યું કે તમારામાંથી કેટલા લોકો એવા છે જે ઊભા ઊભા પાણી પીવે છે બેસીને પીતા નથી. જુઓ જ્યારે પણ પાણી પીવો તો બેસીને પીવો. તમારામાંથી કેટલા એવા છે કે જે પાણી દવાની જેમ પીવે છે. કેટલા એવા છે જે પાણીને મજા લઈને પીવે છે.  પાણીનો ટેસ્ટ હોય છે જે શરીરને  ખુબ ફાયદો પહોંચાડે છે. તમે તેની મજા લો. તમે કહેશો કે ફાયદો? મા તો કહે છે કે અભ્યાસ કરો અને હું પાંચ મિનિટ સુધી પાણી પીધા કરું તો ઝઘડો થઈ જશે. ક્યારેક ક્યારેક માતા દૂધ લઈને આવે છે. માતાને તો કામ છે, ટીવી સીરિયલ ચાલે છે, તો માતા કહેશે કે જલદી દૂધ પી લે. અને તમે પણ દવાની જેમ પી જાઓ છો. આવું થાય છે કે નહીં. કઈ સીરિયલ…સાસ ભી કભી બહુ થી….


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.