Western Times News

Gujarati News

વ્યાજખોરોએ પરિવારને મારી નાંખવાની ધમકી આપતાં યુવકનો આપઘાતનો પ્રયાસ

ર૦ થી ૩૦ ટકા વ્યાજ વસુલતા શખ્સો સામે કૃષ્ણનગર પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ: શહેરમાં ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા ફેરવતા શખ્સોનો ત્રાસ વધી ગયો છે ઉંચા વ્યાજે રૂપિયા આપીને મુળ રકમ કરતાં કેટલાય ગણાં વધુ રૂપિયા માંગતા ઈસમોના માનસીક ત્રાસના કારણે નાગરીકોએ આપઘાતનો રસ્તો અપનાવ્યો હોવાના કેટલાય કિસ્સા બહાર આવ્યા છે. જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. ર૦ થી ૩૦ ટકા વ્યાજ વસુલતા શખ્સોની પઠાણી ઉઘરાણીથી ત્રાસી ગયેલા યુવાને છેવટે દવા પી ને આપઘાતનો પ્રયાસ કરતાં કૃષ્ણનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
કલ્પેશ મનસુખભાઈ ભટી બાપુનગર ખાતે આવેલી મનપસંદ ડાયમંડ નામની કંપનીમા હિરા ઘસવાનું કામ કરતો હતો


તેને જરૂર પડતાં ગોપાલ ભરવાડ રાજભા, વીડી કાકા, ઝાલા બાપુ અને અન્ય બે શખ્સો પાસેથી ર૦ થી ૩૦ ટકા વ્યાજે રૂપિયા લીધા હતા જાકે રૂપિયા લીધા બાદ હિરા માર્કેટમાં મંદી આવી જતાં તે નિયમિત રીતે વ્યાજ ભરી શકયો ન હતો જેના પગલે પંદર દિવસથી આ તમામ શખ્સો તેની પાસેથી કડક ઉઘરાણી કરતા હતા અને રૂપિયા નહી આપે તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશું તેમ ધમકીઓ આપી હતી. ધમકીઓથી ગભરાઈ ગયેલા કલ્પેશભાઈએ માનસિક દબાણમાં આવીને ર૩ તારીખે ઝેરી દવા પી લીધી હતી જેની જાણ થતાં પરિવારજનો તેમને સિવિલ ખાતે લઈ ગયા હતા તબીબોએ જાણ કરતાં કૃષ્ણનગર પોલીસ પણ આવી પહોચી હતી અને તમામ વ્યાજખોરો વિરૂધ્ધ ફરીયાદ લઈ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.