Western Times News

Gujarati News

ભારતના પ્રથમ દ્રષ્ટીહીન સોલો પેરાગ્લાઈડિંગ પાયલોટ-દિવ્યાંશુ ગણાત્રા

‘સ્માઈલ કરો ઓર શુરૂ હો જાઓ’ કોલગેટ ઈક્વિટી અભિયાન અંતર્ગત દિવ્યાંશુ ગણાત્રાની સ્થિતિસ્થાપક્તા અને દ્રઢ નિશ્ચિયની સ્ટોરીની ઉજવણી કરે છે

 કોલગેટ ‘સ્માઈલ કરો ઓર શુરૂ હો જાઓ’ અભિયાન અંતર્ગત દેશના પ્રથમ દ્રષ્ટીહીન સોલો પેરાગ્લાઈડિંગના પાયલોટ દિવ્યાંશુની પ્રેરણાદાયક સ્ટોરી શેયર કરે છે. જે તમામ પરિસ્થિતિમાં સ્માઈલ દ્રારા આશાવાદ અને ભાવનાઓ વ્યક્ત કરે છે. જે પડકારોનો સામનો કરવામાં મદદરૂપ બની વધુ મજબૂત બનાવે છે.

અમદાવાદ, ભારતની ઓરલ કેર માર્કેટ લીડર કોલગેટ પામોલિવ (ઈન્ડિયા)લિમિટેડ તેના ઈક્વિટી અભિયાન ‘સ્માઈલ કરો ઓર શુરૂ હો જાઓ’ હેઠળ દિવ્યાંશુ ગણાત્રાની પ્રેરણાદાયક સ્ટોરની ઉજવણી કરે છે.

કોલગેટ પામોલિવ ઈન્ડિયા લિ.ના  માર્કેટિંગ વાઈસ પ્રેસિડન્ટ અરવિંદ ચિંતામણી આ અંગે જણાવે છે કે, અમે ખરેખર માનીએ છીએ કે, સ્મિત આશાવાદનુ સૂચક છે. અમારી બ્રાન્ડ ‘સ્માઈલ કરો ઓર શુરૂ હો જાઓ’ આશાવાદને પ્રેરણા આપતી અને નવી શરૂઆત કરવા પ્રોત્સાહન આપતી લોકોના જીવનની વાસ્તવિક કહાનીઓ રજૂ કરે છે. કહાની કોલગેટના મેસેજને આગળ ધપાવે છે. કહાની સ્માઈલના પોઝિટીવ પાવર સાથે જીવનના પડકારોને દૂર કરવાના કોલગેટના મેસેજને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરુ પાડે છે. વાસ્તવિક લોકોની મહત્વની કહાનીઓ સ્માઈલ સાથે આપણા અવરોધો અને ભય પર વિજય મેળવવાનો સંદેશ આપે છે

દિવ્યાંશુએ 19 વર્ષની વયે ગ્લુકોમાને લીધે દ્રષ્ટી ગુમાવી હતી. નાનપણથી જ ઉડવાનુ સ્વપ્ન ધરાવતા દિવ્યાંશુને દ્રષ્ટીહીનતા અટકાવી શકી નહીં. અને દ્રઢ નિશ્ચય સાથે સ્વપ્નને સાકાર કર્યુ. તેઓ ભારતના પ્રથમ દ્રષ્ટીહીન સોલો પેરાગ્લાઈડિંગ પાયલોટ જ નહીં પરંતુ ક્લિનિક્લ સાયકોલોજિસ્ટ, બિહેવિયરલ ફેસિલેટર, અને સેલ્ફમેડ સોશિયલ આંત્રપ્રિન્યોર છે. 2014માં તેઓએ એવા એનજીઓને શોધી કાઢ્યુ જે વિશાળપાયે દિવ્યાંગ સહિત તમામ લોકોને ખેલ-કૂદ મારફત આવરી લેવાનુ કાર્ય કરે છે.

દિવ્યાંશુના શબ્દોમાં ‘જ્યારે તમે સ્માઈલ કરો છો, ત્યારે સમસ્યા ઉકેલાઈ જાય છે.’ કોલગેટે દિવ્યાંશુની સાહસિક જર્ની અને તેમના અડગ આત્મવિશ્વાસને આવરી લીધો છે. તેનો વીડિયો ઈંગ્લિશ, હિન્દી, મરાઠી, બંગાળી, તેલુગુ, અને તમિલ ભાષામાં જોઈ શકાશે.

કોલગેટે ઈક્વિટી અભિયાન અંતર્ગત ‘સ્માઈલ કરો ઓર શુરૂ હો જાઓ’ પહેલ હાથ ધરી છે. બ્રાન્ડે 22 વર્ષીય કોલેજ સ્ટુડન્ટ હૈમંતિ સેન, જેણે વંચિત લોકો માટે ક્લાસરૂમને સ્કાયવોકમાં તબદીલ કર્યો હતો. ભારતના પ્રથમ વ્હિલચેર બોડિબિલ્ડર આનંદ અર્નોલ્ડ, અને લિસ્ટ-એ ક્રિકેટના ઈતિહાસમાં ડબલ શતક નોંધાવનાર યુવા ભારતીય ક્રિકેટર યશસ્વી જૈસવાલ જેવા પ્રેરણાદાયી પાત્રોની કહાની અગાઉ રજૂ કરી હતી.  .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.