Western Times News

Gujarati News

લાયન્સ કલબ ઓફ પાલનપુર દ્વારા દસ દિવ્યાંગોને વ્હીલચેર અર્પણ કરાઈ

(પ્રતિનિધિ)પાલનપુર, બનાસકાંઠા જીલ્લાના પ્રમુખ મથક પાલનપુર ખાતે છએલ્લા ૪૦ વર્ષથી કાર્યરત લાયન્સ કલબ ઓફ પાલનપુર ચાલે છે. આ કલબ થકી સેવાના કાર્યાે અવિરત પણે ચાલ્યા કરે છે. આજરોજ પાલનપુર શહેરના સેવાભાવી ડોક્ટર શંકરભાઈ મેવાડા દ્વારા લાયન્સ કોમ્યુનિસ હોલ ખાતે ડો.શંકરભાઈ કે મેવાડા લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન અને તાલીમ સેન્ટર અને અંધજન મંડળ અમદાવાદના સહયોગથી દસ દિવ્યાંગ વ્યક્તિઓને વિના મૂલ્યે વ્હીલચેર આપવામાં આવી. આ પ્રસંગે લાયન્સ ડો.એસ.કે.મેવાડા, લાયન્સ પ્રમુખ રમેશભાઈ પરમાર, લાયન્સ કલબ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી લા.દિપકભાઈ આઈ.શાહ, લા.પ્રવિણભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ લા.કનુભાઈ ડી.દવે, નવા આવનારા પ્રમુખ લા.નરેન્દ્રભાઈ પટેલ, લા.વાસુભાઈ મોદી, હોસ્પિટલનો સ્ટાફ, દિવ્યાંગોના કુટુંબીજનો, અંધજન મંડળ અમદાવાદના સભ્યો વિગેરે હાજર રહી દિવ્યાંગોને વ્હીલચેરો અર્પણ કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.