Western Times News

Gujarati News

ધનસુરામાં તસ્કરોના આતંકથી વેપારીઓ અને ગ્રામજનોનો   ચાર રસ્તે ચક્કાજામ

સન્ની ઇલેક્ટ્રિકમાંથી ૯૧ હજારના માલસામાનની ચોરી 

અરવલ્લી જીલ્લામાં  તસ્કરોનો ત્રાસ યથાવત છે. જાહેર જનતા પોતાના પરસેવાની કમાણી સાચવવામાં જરાક બેદરકાર બને કે તુરંત આ તસ્કરો મોકાનો લાભ લઇ લેતા હોય છે. ધનસુરાના જવાહર બજારમાં આવેલી સન્ની ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં માલસામાનની ચોરીની ઘટના બનતા ગામમાં છાસવારે ચોરી થતા વેપારીવર્ગ અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો ધનસુરા ચાર રસ્તા પર વેપારીઓએ રોડ પર બેસી પોલીસતંત્રની નિષ્ફળ કામગીરી સામે વિરોધ નોંધાવી ચક્કાજામ કરતા સતત વાહનોથી ધમધમતા મોડાસા-અમદાવાદ અને મોડાસા-કપડવંજ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા ધનસુરા પોલીસે હૈયાધારણા આપી ચક્કાજામ દૂર કરી ટ્રાફિક પૂર્વરત કરાવ્યો હતો

ધનસુરાના જવાહર બજારમાં આવેલી સન્ની ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં ચોર-લૂંટારુ ગેંગ ત્રાટકી રાત્રીના સુમારે દુકાનના ઉપરના ભાગેથી  પતરું કાપી દુકાનમાં ઉતરી દુકાનમાંથી રૂ.૯૧૪૦૦/- ના મુદ્દામાલની લૂંટ કરી કરી રફુચક્કર થતા સોમવારે દુકાને પહોંચેલા માલિકે દુકાનનું પતરું કાપેલું અને શોરૂમ માંથી ઇલેક્ટ્રોનિક માલસામાનની ચોરી થતા હોફળા-ફાંફળા બન્યા હતા આજુબાજુમાંથી વેપારીઓ પણ દોડી આવ્યા હતા ચોરીની ઘટનાની જાણ ધનસુરા પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી અલ્પેશભાઈ શાહની ફરિયાદના આધારે અજાણ્યા ચોર-ઈસમો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી  હતી

ધનસુરા ગામમાં તસ્કરો દુકાન,શોરૂમ અને રહેણાંક વિસ્તારમાં છાસવારે ચોરી-લૂંટની ઘટનામાં સતત નોંધપાત્ર વધારો થતા વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ધનસુરામાં નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે બજારમાં પોલીસ પોઇન્ટ ફાળવવામાં આવે અને ચોર-લૂંટારુ ગેંગને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેની માંગ પ્રબળ બની છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.