Western Times News

Gujarati News

અફઘાન એરલાઈન્સનું પેસેન્જર વિમાન ક્રેશઃ 110 મુસાફરો સવાર

કાબુલ, અફઘાનિસ્તાનમાં પેસેન્જર વિમાન ક્રેશ થઈ ગયું છે. પૂર્વી ગજની પ્રાંતમાં સોમવારે સ્થાનિક સમય અનુસાર બપોરે 1.30 કલાકે અરિયાના અફઘાન એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. જે વિસ્તારમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. તે તાલિબાનના નિયંત્રણમાં છે. અત્યારે દુર્ઘટનામાં માર્યા ગયા લોકોની કોઈ જાણકારી નથી. અફઘાનિસ્તાનની ન્યૂઝ એજન્સી
રિયાના પ્રમાણે, હેરાત એરપોર્ટમાં કંટ્રોલ ટાવરના અધિકારીઓનું કહેવું છે કે, વિમાન અરિયાના અફઘાન એરલાઈન્સનું હતું. તેમાં 110 લોકો સવાર હકા અને તે હેરાતથી દિલ્હી માટે જઈ રહ્યું હતું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.