Western Times News

Gujarati News

વાઘોડિયામાં એસટી સ્ટેન્ડનું વિધિવતરીતે ખાતમુર્હૂત થયું

સીએએ કાયદા સંદર્ભે વારંવાર સ્પષ્ટતા છતાં કોંગ્રેસીઓ તથા કટ્ટરપંથી કાગરોડ મચાવી રહ્યા છેઃ નાયબ મુખ્યમંત્રી
અમદાવાદ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે વડોદરા જિલ્લાના શિનોર ખાતે લોકસુવિધામાં ઉમેરો કરતું ૦૬.૬૦ કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા સેવા સદનનું લોકાર્પણ અને વાઘોડિયા ખાતે ૨.૨૫ કરોડના આકાર પામનાર અદ્યતન એસટી બસ સ્ટેન્ડનું ખાત મુહૂર્ત/તકતી અનાવરણ કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારના આ પ્રકલ્પોથી આંતરમાળખા અને લોક સુવિધા વિકસાવવામાં એક નવો વેગ મળશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, કોંગ્રેસના શાસનકાળમાં જનતાના ટેક્સના પૈસાની ખુલ્લી લૂંટ ચાલતી હતી. ભષ્ટ્રાચારીઓ માટે સરકારની તિજોરીઓના બારણા ખૂલ્લા હતા. દુષ્કાળ જેવી કપરી સ્થિતિમાં પણ ટેન્કરથી પાણી વિતરણમાં પણ ખૂબ મોટો ભષ્ટ્રાચાર થતો હતો. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રજાના વિકાસ અને લોક કલ્યાણના અનેક કર્યો કરી અને સુચારૂ નાણાંકીય વ્યવસ્થાપન પૂરુ પાડી ગુજરાતને સમૃદ્ધિની નવી ઉંચાઈએ પહોચાડ્‌યું છે.

પ્રવર્તમાન સમયમાં રાજ્ય સરકારનું બજેટ ૦૨ લાખ ૦૪ હજાર કરોડના સુધી પહોચ્યું છે. તેમાથી આજે રોડ-રસ્તા, આરોગ્ય, વીજળી, નર્મદા યોજના, ઓવરબ્રીજ સહિતના વિકાસના અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ રાજ્ય સરકારના પારદર્શક અને પ્રમાણિક વહીવટના કારણે આ સંભવ બન્યું છે. નાગરિકતા કાયદા અંગે પટેલે જણાવ્યું કે, સીએએ કાયદા અંગે સામાન્ય વ્યક્તિને પણ સમજમાં આવે તેવા મુદ્દે કોંગ્રેસીઓ, સામ્યવાદીઓ અને કંટ્ટરપંથીઓએ દેશભરમાં કાળરોળ મચાવી છે.સીએએનો કાયદોથી દેશના કોઈ પણ નાગરિકની છીનવાતી નથી.

પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશથી ધાર્મિક રીતે ઉત્પડીત શરણાર્થીઓને નાગરિકા આપે છે. વર્ષોની કોંગ્રેસની વોટબેંકની રાજનીતિના કારણે હિન્દુ, શીખ, ખ્રિસ્તી વગેરે શરણાર્થીઓ નાગરિકતા વિહોણા હતા. ત્યારે કેન્દ્ર સરકાર, વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહએ ૧૯૪૭માં દેશના ભાગલાં વખતે પાકિસ્તાનમાં રહેલા અને લૂંટ, હિંસા અને બળાત્કાર ભોગ બનેલા તેમજ પોતાની ધન સંપત્તિ છોડીને ઈજ્જત આબરૂ બચાવવા માટે શર્ણાર્થી બનીને આવેલા હિન્દુ, શીખ, ખ્રિસ્તિ વગેરેને નાગરિકતા આપવની છે. પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી શાહે વારંવાર સીએએના કાયદા અંગે સ્પષ્ટતા કરી છે કે, સીએએનો કાયદો દેશના નાગરિકોને પ્રભાવિત કરતો નથી છતા કેટલાંક તત્વો રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયત્નો કરી રહ્યા છે.

નાયબ મુખ્યમંત્રી પટેલે સીએએ ઉપસ્થિત સૌ કોઈને સીએએ કાયદાને પ્રતિજ્ઞાપૂર્વક સમર્થન કરવા અપીલ કરી હતી. કોંગ્રેસની વોટબેંક પ્રેરિત રાજનીતિના કારણે દેશને ઘણું સહન કરવું પડ્‌યું છે.કોગ્રેસે ગુજરાત અને દેશમાં ઘણા વર્ષો સુધી શાસન કર્યું છે.આ શાસનકાળ દરમિયાન મતોના રાજકારણ માટે અનેકાનેક બાંગ્લાદેશીઓને રાશનકાર્ડ સહિતના લાભ આપ્યા. ત્યારે જો હિન્દુ શીખ, ખ્રિસ્તીઓને નાગરિકાતા આપવામાં આવશે તો ધર્મ વિશેષના લોકો તેમનાથી રિસાઈ જશે તેવા ભયના લીધે કોંગ્રેસ ખોટી કાગરોળ મચાવી રહી છે.

સરકારે કેવડીયા ખાતે સરદાર સાહેબની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવી છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનીટી એનઆરઆઈ સહિતના પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ બની ગયું છે. એક દિવસમાં સરેરાશ ૧૫૦૦૦ પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. તેમજ તહેવારોના દિવસોમાં તો આંક ૨૫૦૦૦થી ૩૦૦૦૦ હજારે પહોંચી જાય છે. આમ પ્રવાસનને એક નવો વેગ મળ્યો છે. તેમ નાયબ મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.