Western Times News

Gujarati News

કૃષિના આધારે સ્ટાર્ટઅપને પ્રમોટ કરવામાં આવશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ગ્લોબલ પોટેટો કોન્ક્લેવનું આયોજન: વર્ષ ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય અંગે ઝડપથી પગલા લેવાઈ રહ્યા છે

ગાંધીનગર, ગાંધીનગરમાં આજથી ત્રિદિવસીય ગ્લોબલ પોટેટો કોન્ક્લેવની શરૂઆત થઇ છે વૈશ્વિક બેટેકા સંમેલનમાં દેશના વડાપ્રધાન પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું.  પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ખેડૂતોને કહ્યું કે, પોટેટો કોન્ક્લેવ પ્રથમ વખત દિલ્હીની બહાર યોજાઈ રહી છે, ગુજરાતમાં આ કાર્યકમ થવાનું મહત્વ એટલે છે કે ગુજરાત બટાકાનું ઉત્પાદન કરનારું પ્રથમ રાજ્ય છે, છેલ્લા બે દશકમાં ગુજરાત બટાકાનું ઉત્પાદનનું નંબર વન હબ બન્યું છે, ગુજરાતમાં ૧૧૭ પ્રતિ ઉત્પાદન વધ્યું છે. છેલ્લા બે દશકમાં પોલિસી નિર્ણય સહિત સિંચાઈ માટેની યોગ્ય સુવિધા જોવા મળી રહી છે. ગુજરાતમાં બટાકાના સ્ટોરેજ માટે આધુનિક વ્યવસ્થા છે. સુજલામ સુફલામ સહિત સૌની યોજના અને સરદાર સરોવરના માધ્યમથી ગુજરાતના તમામ ખૂણે પાણી પહોંચી રહ્યું છે. ગુજરાતમાં બટાકાનો ઉત્પાદન દર ૧૧૭% વધ્યો છે. ગુજરાતમા દુકાળગ્રસ્ત રહેતા વિસ્તારમાં આજે સિંચાઈ થાય છે. નર્મદાનું પાણી નહેરોના માધ્યમથી પહોંચે છે. સિંચાઈ માટે પણ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવાય છે. ટપક સિંચાઈ અને ફુવારા પદ્ઘતિનો ઉપયોગ થાય છે. ખેડૂતોને આવક બમણી કરવા આપણે ઘણુ બધુ કરી રહ્યા છીએ.

વધુમાં તેમણે કહ્યું કે, ભારત દુનિયાના ટોપ ત્રણ દેશોના અનાજ ઉત્પાદન કરવામાં છે. કૃષિના આધારે સ્ટાર્ટઅપને પ્રમોટ કરવામાં આવશે. આધુનિક ટેકનોલોજી, ડ્રોન ટેકનોલોજી વગેરેનો સારી રીતે ઉપયોગ થઈ શકે છે. બટાકા ઉત્પાદન માટે નવી પોલિસીનો સમય આવી ગયો છે. ૧૯ મી સદીમી બટાકાના કારણે અન્ય દેશોમાં વગેરેમા રોગચાળો થયો હતો. ૨૦૨૨માંથી ખેડૂતોની આવક ડબલ કરવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અનાજ સહિત ખાવાની વસ્તુઓનું ઉત્પાદન કરવામાં ભારત સમગ વિશ્વમાં ૩ના સ્થાન પર છે. એક સમયમાં દેશમાં દાળની અછત ઉભી થઇ હતી, પણ આ વખતે વધુ માત્રમાં દાળનું ઉત્પાદન ભારતમાં જોવા મળી રહ્યું છે. ફૂડ પ્રોસસિંગ સેન્ટરને વધુ ડેવલોપ કરવા માટે કેન્દ્ર સરકાર તમામ પ્રયાસ કરી રહ્યું છે. સરકારનો પ્રયાસ ખેડૂતનો ખર્ચ ઓછો થાય તે દિશામાં આગળ વધી રહ્યા છે. અત્યાર સુધી ૮ કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ યોજનાનો લાભ મળી ગયો છે. આ મહિને ૬ કરોડ ખેડૂતોના ખાતા માં ૧૨ હજાર કરોડની રકમ નાંખીને રેકોડ બનાવ્યો છે. ખેડૂતોને માર્કેટિંગ સહિતની વિવિધ જાણકારી આપવામાં આવી છે.

પીએમ મોદીએ કહ્યું કે, યુરોપ અને અમેરિકામાં બટાકાની બીમારીને કારણે મોટુ સંકટ ઉભુ થયું હતું. ૨૧મી સદીમાં પણ કોઈ ભૂખ્યુ અને કુપોષિત ન રહે તેની જવાબદાર આપણા તમામના ખભે છે. ફૂડ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ તમામની આ સામૂહિક જવાબદારી છે. આગામી ત્રણ દિવસમાં આ મામલે ગંભીર મંથન થાય. ગુજરાતમાં પધારવા માટે તમારા સૌનો આભાર. ધરતી સાથે જોડાયેલ આ કાર્યક્રમ આગામી દિવસોમાં સફળ થશે. ઉલ્લેખીનય છે કે, ગ્લોબલ પોટેટો કોન્ક્લેવમાં દેશ વિદેશથી લોકો તથા ખેડૂતોની હાજરી જોવા મળી. આવનારા ૩ દિવસમાં કાર્યક્રમમાં સમગ વિશ્વમાં ન્યુટીશનની ડિમાન્ડ પર ચર્ચા કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.