Western Times News

Gujarati News

રાણીપુરા ગામે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલ રાત્રીસભામાં ઘરફોડ ચોરી અને દેશી વિદેશી દારૂનો મુદ્દો છવાયો

સ્મશાન નો રોડ,દિવસનો વીજ પ્રવાહનો શિડ્યુઅલ, ગેસ લાઈન સુવિધા,કરજણ કેનાલનું સિચાઈ માટેના પાણી ના પ્રશ્નો બાબતે ચર્ચા થઈ-જીલ્લા કલેક્ટરે ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી

ભરૂચ: ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ગતરોજ જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડીયાના અધ્યક્ષતા માં રાત્રીસભાનું આયોજન થયુ હતુ.ગ્રામજનો દ્વારા કલેક્ટર સમક્ષ ઘરફોડ ચોરીની વધતી જતી ઘટના બાબતે,તાલુકાભર માં દેશી વિદેશી દારૂના વેચાણ પર અંકુશ લાવવા બાબતે,ગામનો સ્મશાનને જોડતા રોડ બનાવવા માટે,દીપડાના ત્રાસના લીધે ખેતરોમાં દિવસે વીજ પ્રવાહ ફાળવવા બાબતે,ગેસ લાઈન જોડવા માટે વિગેરે બાબતોએ રજૂઆતો થઈ હતી.

કલેક્ટર દ્વારા ગ્રામજનોની સમસ્યા,માંગ પર પૂરતું ધ્યાન આપી તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ જીલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડીયા ની અધ્યક્ષતામાં રાત્રી સભાનું આયોજન ઝઘડિયા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી હતી.રાત્રીસભાનું લક્ષ પ્રજા ના પ્રશ્નોનું સરળ સમાધાન થાય અને તેની સમસ્યાનું સ્થળ પર જરૂરી નિરાકરણ આવી શકે તેવા આશય સાથે રાત્રી સભાનું આયોજન કરવામાં આવે છે.ગતરોજ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડીયા ની અધ્યક્ષતામાં રાત્રીસભા  ઝઘડિયા તાલુકા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવી હતી.

જેમાં જીલા કલેક્ટર સાથે સાથે ઝઘડિયા મામલતદાર જે.એ.રાજવંશી તથા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાણીપુરા ગામના સરપંચ જયંતીભાઈ વસાવા, ઉપસરપંચ પ્રગનયભાઈ પટેલ દ્વારા જીલ્લા કલેક્ટરનું ફુલહાર થી સ્વાગત કરાયું હતુ.ત્યાર બાદ રાત્રીસભા ખુલ્લી મુકાઈ હતી.ગ્રામજનો દ્વારા શિસ્તબદ્ધ રીતે કલેક્ટર સમક્ષ તેમને કનડતાં પ્રશ્નો અને તેમની માંગ રજુ કરી હતી.

રાત્રીસભામાં રાણીપુરા ગામમાં અને તાલુકાભર માં થતી ઘરફોડ ચોરીની ઘટનાઓ વક્રી રહી છે તેને અંકુશમાં લાવવા જરૂરી પગલાં લેવા માંગ કરાઈ હતી.તાલુકાભર માં દેશી વિદેશી દારૂનું મોટા પ્રમાણમાં છાનીછૂપે વેચાણ થાઈ છે અને પ્રજા તેના દુષણમાં ડૂબી રહી છે.ત્યારે તાલુકાના ત્રણેય પોલીસ મથકોમાં દેશી દારુ પર અંકુશ અને વિદેશી દારૂના વેચાણ પર પણ સખત પ્રતિબંધ આવે અને બુટલેગરો સામે સખત પગલાં ભરાઈ તેવી માંગ કરવામાં આવી છે.

ગામમાં લબર મુછીયા યુવકો ચોરીના રવાડે ચઢ્યા છે જેમને પોલીસ દ્વારા છાવરવાના બદલે તેમની સામે કાયદાકીય કાર્યવાહી થાઈ તેવી માંગ કરાઈ છે. ખેતીમાં મોટાપાયે ભેલાણ થઈ રહ્યુ છે તેના માટે અને હાલમાં દીપડાનો ત્રાસ કાંઠા વિસ્તારમાં વધ્યો છે.ખેડૂતો રાત્રે ખેતરોમાં જતા ડરે છે તો દિવસના વીજ પ્રવાહનો શિડયુઅલ આપવામાં આવે તેવી માંગ થઈ છે.ગામમાં છેલ્લા ચાર વર્ષથી ટેલિફોન લાઈનના નવા કનેકશન આપવાનું બંધ છે અને છેલ્લા કેટલા સમયથી ટેલિફોન મૂંગામંતર બન્યા છે.

તેની સેવા ફરી શરું થાય તેની માંગ કરી હતી.સરદાર પ્રતિમા હાઇવે અને રાણીપુરા ગામ વચ્ચેથી રેલવે લાઈન પસાર થઈ છે જેના પગલે ગામમાં ગેસ લાઈન આવવામાં ઘણા સમય થી વિલંબમાં મુકાઈ છે જે વહેલીતકે લાઈન ગામમાં આવે તેવી માંગ થઈ હતી.કરજણ કેનાલ ગામમાં આવી છે પણ વર્ષોથી કેનાલમાં પાણી આવ્યુજ નથી તો સિંચાઈનું પાણી ગામને પણ મળે તેવી વ્યવસ્થા કરવા રજૂઆત થઈ હતી.

રાણીપુરા ગામથી ગામના સ્મશાનને જોડતા રોડ કાચો છે જેને પાકો બનાવાવણી માંગ કરવામાં આવી હતી.જીલ્લા કલેક્ટર દ્વારા ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી તેનો યોગ્ય નિકાલ લાવવાની ખાતરી આપી હતી.રાત્રીસભામાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો, મહિલાઓ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.