Western Times News

Gujarati News

અરવલ્લીમાં ગાંધી નિર્વાણ દિને અધિકારી કે પદાધિકારી ફરક્યા પણ નહિ 

અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૧  મી નિર્વાણ દિવસની ઉજવણીના ભાગરૂપે દેશવાસીઓ શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છે નેતાઓ દરેક ભાષણમાં મત મેળવવા યાદ કરે છે દરેક સરકારી મોટી ઓફિસો અને અધિકારીઓની કચેરીમાં બાપુની તસવીરો ટીંગાળી સત્ય અને ભ્રષ્ટાચાર વિરોધી હોવાની છબી ઉપસાવવા મથામણ કરતા હોય છે પરંતુ અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના મહાદેવગ્રામ (બાકરોલ) ખાતે આવેલ ગાંધીબાપુના સ્મારક મીની રાજઘાટ ગાંધી સ્મારક પ્રચલિત છેનિર્વાણદિન નિમિત્તે આ સ્થળે જિલ્લામાંથી એકેય અધિકારી કે પદાધિકારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું સુજ્યું ન હતું જાણે બાપુ એકલા હોય અને બાપુને સ્વાર્થ પુરતાજ યાદ કરવામાં આવતા હોય તેવો ઘાટ સર્જાયો હતો

મોડાસાના મહાદેવગ્રામ (બાકરોલ)નજીક ડુંગર પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અસ્થીનું વિસર્જન કરવામાં આવ્યું છે અને સમાધિ સ્થળ બનાવી મીની રાજઘાટમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે ૧૫૧ મી ગાંધી નિર્વાણ દિવસે પૂર્વ સાંસદ ર્ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, સામાજિક કાર્યકર નિલેશ જોશી,દેવરાજધામમાં મહંતશ્રી ધનગીરી બાવજી,અમિત કવિ, કમળાબેન પરમાર,હિમાંશુ વ્યાસ અને સહીત ગણ્યા ગાંઠ્યા લોકએ પુષ્પાંજલિ અર્પણ કરી તથા શાળાના બાળકોએ અને શિક્ષકગણે ભજન ગાઈ ગાંધી વિચાર રેલી યોજી શ્રદ્ધા સુમન અર્પણ કરી હતીસમયની સાથે અરવલ્લી જીલ્લાના અધિકારીઓ પણ બદલાયા હોય તેમ બાપુને વિસરી ગયા હોય તેમ શ્રદ્ધાંજલિ અર્પણ થી દૂર રહ્યા હતા

અરવલ્લી જીલ્લાના રાજકારણીઓ ને ચૂંટણી આવતાની સાથે ગાંધી બાપુના નામે મત મેળવવા મહાદેવ ગ્રામ પહોંચી મીની રાજઘાટ પહોંચી જતા હોય છે ભાજપના કે કોંગ્રેસના એકપણ મોટા કદના નેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું સુજ્યું ન હતું જીલ્લાના પ્રજાનોમાં નેતાઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું મુનાસીબ ન સમજતા “ હે રામ” ના શબ્દો સરી પડ્યા હતા મહાદેવ ગ્રામ ખાતે આવેલ ગાંધી સ્મારકનું નવીની કરણ કરવા ૫૫ લાખ ફાળવાયા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.