Western Times News

Gujarati News

ધનસુરામાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકે ઘર છોડવા મજબુર હોવાની ચિઠ્ઠી મૂકી ગુમ

જરૂરીયાતમંદ મધ્યમ વર્ગના માણસો આર્થીક સંકડામણના કારણે પોતાના સારા નરસા પ્રસંગો ઉકેલવા અને જરુરીયાતો પુરી કરવા વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે નાણા મેળવતા હોય છે.

જેનો ફાયદો ઉઠાવી વ્યાજંકવાદીઓ ઉંચુ વ્યાજ વસુલ કરતા હોય છે. અને જો વ્યાજ કે મુદલ ન ચુકવી શકાય તેની મિલ્કતો ગેર કાયદેસર રીતે ધાક ધમકી આપી, ડરાવી, ધમકાવી, પડાવી લેતા હોય છે.પરંતુ સામાન્ય વ્યક્તિઓ તેમના ડરના કારણે પોતાના જીવનનો અંત આણી દેતા હોય છે. કેટલાક પરિવારો ઘરબાર ત્યજી વ્યાજંકવાદીઓના ત્રાસથી પલાયન થઇ જવા મજબુર બને છે  આવામાં પોલીસ મૂકરક્ષક બનીને માત્ર ફરિયાદ લખવાના નાટકો કરતી હોય છે વ્યાજંકવાદીઓ કાયદા સાથે રમત રમવામાં તેમને કોઇ પણ પ્રકારનો ડર લાગી રહ્યો નથી.અરવલ્લી જીલ્લા પોલીસ તંત્રની નિષ્ક્રિય કામગીરીના કારણે લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે.

ધનસુરા નજીક ભૂદરી (બારનોલી) ભલાભાઈ જશુભાઈ ખાંટ નામના યુવકે જમીન રાખવા માટે રૂપિયાની જરૂર હોવાથી ધનસુરામાં ફાયનાન્સનો ધંધો કરતા નીરવ રાજેશભાઈ પટેલ અને પ્રતીક  જગદીશભાઈ પટેલ પાસેથી બે લાખ રૂપિયા વ્યાજે નાણાં લીધા હતા વ્યાજે નાણાં પરત મેળવવા બંને વ્યાજખોરોએ ભલાભાઈ ખાંટ ને ઓફિસે બોલાવી માર મારતા તેના પરિવારજનોને જાણ કરતા પરિવારજનોએ અન્ય વ્યક્તિ પાસેથી અઢી લાખ રૂપિયા લઈ પરત આપી દીધા

પછી વ્યાજે નાણાં લેવા આપેલ ચેક પરત મેળવવા બંને વ્યાજખોરોની ઓફિસે ભલાભાઈ  જતા ચેક નહિ મળે કહી નીરવ અને પ્રતીકે વધુ વ્યાજની માંગણી કરી માર મારી  અને કેસ કરવાની ધમકી આપતા ભલાભાઈ નામનો શ્રમજીવી યુવક  ગુમ  થઇ જતા ભારે ચકચાર મચી હતી ઘર છોડતા પહેલા ભલાભાઈએ  ચિઠ્ઠી લખી વ્યાજખોરોના ત્રાસ અસહ્ય બનતા ઘર છોડવા મજબુર બન્યા હોવાની ચિઠ્ઠી મૂકી જતા  રહેતા યુવકની પત્ની અને બે બાળકો નિરાધાર બનતા ભારે ચકચાર મચી હતી

ધનસુરા પોલીસે વ્યાજખોરોના ત્રાસથી ચિઠ્ઠી લખી ગુમ થઇ જનાર યુવકના પિતા જશુભાઈ  ભેમાભાઈ ખાંટ (રહે,ભૂદરી-બારનોલી) ની ફરિયાદના આધારે નીરવ રાજેશભાઈ પટેલ અને પ્રતીક  જગદીશભાઈ પટેલ  સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વ્યાજંકવાદીઓ સામે ગુન્હો નોંધાતા ધનસુરા છોડી રફુચક્કર થયા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને  વ્યાજંકવાદીઓ ને શખ્ત કાયદાનો પાઠ ભણાવવામાં આવેની માંગ પ્રબળ બની છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.