Western Times News

Gujarati News

CAA-NRC વિરુદ્ધ પ્રદર્શન કરવા જઈ રહેલા કનૈયા કુમારની અટકાયત

પટના: CPI નેતા કનૈયા કુમારને બિહારમાં પોલીસે ડિટેન કર્યો છે. JNU છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર CAA-NRC-NPRના વિરોધમાં એક મહિનાની જન-ગણ-મન યાત્રાની શરૂઆત કરવા માટે બેતિયા જઈ રહ્યા હતા. જ્યાં તેમને પોલીસે ડિટેન કર્યા. કનૈયા કુમારે ટ્વીટ કરીને જણાવ્યુ કે, આજે બાપૂ-ધામ (ચમ્પારણ)માં ગાંધીજીને નમન કરીને ગરીબ-વિરોધી CAA-NRC-NPRનો વિરોધમાં એક મહિનાની જન-ગણ-મન યાત્રાની શરૂઆત કરવાના હતા. બધા સમુદાયના લોકો આ યાત્રામાં સામેલ થવા માટે તેયાર છે, પરંતુ વહીવટી તંત્રે થોડા સમય પહેલા અમારા બધા સાથીઓને ડિટેન કર્યા છે. પોલીસ દ્વારા રોક્યા બાદ કનૈયા કુમાર ભિતિહરવા ગાંધી આશ્રમ બહાર ધરણા પર બેસી ગયા છે.

પોલીસ દ્વારા રોક્યા બાદ કનૈયા કુમારે જણાવ્યુ કે, ગાંધીના વિચારો પર હુમલા થઈ રહ્યા છે. કાવતરા હેઠળ યાત્રાને રોકવામાં આવ્યુ છે. અમે લોકો કાયદાને માનનારા છીએ અમે વહીવટીતંત્ર સાથે ઘર્ષણ નહીં કરીએ અમે સંઘર્ષ કરતા રહીશું.

જણાવી દઈએ કે, કનૈયા કુમાર સતત બિહારમાં ફરીને CAA વિરુદ્ધ અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિજનશીપ (NRC) વિરુદ્ધ જારી અનિશ્ચિતકાલીન પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે. તેઓ પ્રદર્શનમાં સામેલ થઈને પ્રદર્શનકારીઓના ઉત્સાહ વધારી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.