Western Times News

Gujarati News

ધનસુરા પોલીસ સ્ટેશનના P.S.I પી. ડી. રાઠોડની બદલી થતા જ ચોરીની ઘટનાઓમાં વધારો

(અગાઈના પીએસઆઈને ફરીથી ધનસુરા મુકવા લોકમાંગ) અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકામાં છેલ્લા છ એક માસથી ચોરી,દુષ્કર્મ,મારામારિ,હત્યા જેવા અનેક ગુનાઓમાં વધારો થતા ધનસુરાનુ શાંતિ હણાઈ જતા પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે ત્યારે અગાઉના પી.એસ.આઈ પી.ડી.રાઠોડની બદલી કરી ધનસુરા પોલીસ મથકે મુકવા લોકો અને વેપારીઓમાં માંગ ઉઠી છે.

ધનસુરામાં પંથકમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે જેમાં એક માસ અગાઉ પશુ ર્ડોક્ટરના મકાનમાંથી તસ્કરો દિનદહાડે  સૌના ચાંદી,દાગીના અને રોકડ સહીત રૂ.૪ લાખની મૌટી ચોરી કરી પલાયન થઈ ગયા આ ઘટનાના અઠવાડીયા બાદ મધ્યરાત્રીએ ધનસુરામાં આવૈલ  એટુ ઝેડ મોબાઈલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી તાળુ તોડી દુકાનમાં રહેલ મોબાઈલ અને રૂ.૧૨૦૦૦ની રોકડ રકમની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા અને તેના બીજાજ દિવસે બપોરે શીકા ચૌકડી પાસે બપોરના અરસામાં તસ્કર ગેંગના અજાણ્યા શખ્સોએ એક વેપારી સાથે ઝપાજપી કરી રૂ.૨ લાખની લુંટ કરી પલાયન થઈ ગયા અને ફરીથી ટુંકા દિવસોમાંજ ફરીથી ચોરોએ ધનસુરા ચોકમાં આવેલશન્ની ઈલેક્ટીક નામની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા

અને દુકાનનુ શટર તોડી દુકાનમાં રહેલ રૂ.૯૧૪૦૦ ની કીંમતની ઈલેક્ટ્રીક ચીજ વસ્તુઓની ચોરી કરી પલાયન થઈ ગયા હતા ત્યારે ધનસુરા પંથકમાં છાશવારે થતી ચોરીઓનેલઈને વેપારીઓ અને ગ્રામજનો રોષે ભરાયા હતા અને આ ઘટનાઓ પાછળ પોલીસના નાઈટ પેટ્રોલીંગને જવાબદાર ગણાવ્યૂ હતુ

અને પોલીસની નબળી કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા અને મોડાસા કપડવંજ હાઈવે ચક્કાજામ કરતા બંને બાજુ બેકીમી લાંબી વાહનોની લાઈનો લાગી હતી આ માટે પોલીસની કામગીરીને જવાબદાર ગણાવી હતીત્યારે અગાઉના પી.એસ.આઈ પી.ડી.રાઠોડના સમયકાળ દરમિયાન તેમની ઈત્કૃષ્ટ કામગીરીથી ચોરોમાં ફફડાટ ફેલાયો હતો

અને ચોરો ભુગર્ભમાં ઉતરી ગયા હતા અને તેમ છતા ચોરીની અગાઉની ઘટનાઓની તપાસ કરી પી.ડી.રાઠોડ ચોરોની ગેંગોને બાતમીના આધારે નડીયાદ,ખેડા,કપડવંજ અને બાલાસીનોર જેવા શહેરોમાંથી ઝડપી લાવ્યા હતા અને અનેક ચોરીઓનો અને ગંભીર ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો હતો અને તેમની બદલી થતાજ ચોરોને મોકળુ મેદાન મળ્યુ હોય તેવુ લાગી રહ્યૂ છે ત્યારે ધનસુરા પોલીસ સ્ટેશન હાલપણ ઈન્ચાર્જ પી.એસ.આઈથી ચાલતુ હોવાથી કાયમી પી.એસ.આઈ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પી.ડી.રાઠોડને ધનસુરા પોલીસ મથકનો કાયમી ચાર્જ આપવા વેપારીઓ અને પંથકની પ્રજામાં માંગ ઉઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.