Western Times News

Gujarati News

CAA બનાવીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ઈચ્છાનું સમ્માન કર્યું છે: કોવિંદ

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નાગરિકતા સુધારણા કાયદાને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે ‘આ કાયદાને અમલમાં મુકીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ઈચ્છાનું સમ્માન કર્યું છે.’ આ દરમિયાન તેમણે કહ્યું કે આ કાયદાનો વિરોધ દર્શાવતા પ્રદર્શનો દરમિયાન હિંસા થવાના કારણે લોકતંત્ર નબળું બની જતું હોય છે.  રાષ્ટ્રપતિએ બજેટ સત્રના પહેલા દિવસે સંસદના ઐતિહાસિક કેન્દ્રીય કક્ષમાં બંને સદનોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા કહ્યું કે સંસદે નવી સરકરાના ગઠન બાદ પહેલા સાત મહિનાઓમાં કેટલાક ઐતિહાસિક કાયદાઓને પસાર કરીને રેકોર્ડ બનાવ્યો છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે સરકાર આ દશકાને ભારતનો દશકો ગણાવવા માટે મજબૂત પગલા ઉઠાવી રહી છે. સીએએ સહિત વિવિધ મુદ્દાઓ પર દેશમાં ચાલી રહેલા દેખાવો તરફ સંકેત કરતા તેમણે કહ્યું કે વિરોધ પ્રદર્શનો દરમિયાન થતી હિંસાથી લોકતંત્ર નબળું બની જતું હોય છે. રામનાથ કોવિંદે કહ્યું કે દેશના લોકો ખુશ છે કે જમ્મુ-કાશ્મીર, લદ્દાખને દેશ આઝાદ થયાના સાત દશક બાદ દેશના બાકીના રાજ્યોની સરખામણીએ બરાબરનો અધિકાર મળ્યો છે. તેમણે નાગરિકતા સુધારણા કાયદાને ઐતિહાસિક જાહેર કરતા તેના વખાણ કર્યા હતા. જોકે, આ દરમિયાન વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવતા તેનો આકરો વિરોધ કર્યો હતો.

આ અવસર પર સંસદમાં ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકયા નાયડૂ, લોકસભા અઘ્યક્ષ ઓમ બિરલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રામનાથ સિંહ, રોડ અને રસ્તા પરિવહન મંત્રી નિતિન ગડકરી તેમજ અનેય કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી, વિભિન્ન વિપક્ષી નેતાઓ તથી સત્તા પક્ષ તેમજ વિપક્ષના સાસંદ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.