Western Times News

Gujarati News

સ્ટાર્ટ અપ કંપની માટે બજેટમાં શ્રેણીબદ્ધ નવી જાહેરાતો કરાઇ

૧૦૦ કરોડ સુધી ટર્ન ઓવર ઉપર ટેક્સ છુટછાટ અપાઈ
નવીદિલ્હી,  બજેટમાં મોદી સરકારે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે અનેક મોટી જાહેરાતો કરી છે. નાણામંત્રીએ સ્ટાર્ટઅપને કેટલીક રાહતો આપી છે. બજેટમાં કહેવામાં આવ્યું છે કે, હજુ સુધી માત્ર ૨૫ કરોડ રૂપિયા સુધીના વાર્ષિક કારોબાર કરનાર સ્ટાર્ટ અપને જ ટેક્સ છુટછાટો મળતી હતી પરંતુ હવે ૧૦૦ કરોડ રૂપિયા સુધીના કારોબાર કરનારને સ્ટાર્ટઅપમાં ટેક્સ રાહતો મળશે.

૧૦૦ કરોડ રૂપિયાના કારોબાર કરનાર સ્ટાર્ટઅપને ત્રણ વર્ષ માટે પોતાના નફા ઉપર કોઇ ટેક્સ આપવાની જરૂર પડશે નહીં. આ ઉપરાંત એક રાહતની બાબત એ પણ છે કે, આ છુટછાટોનો લાભ સ્ટાર્ટઅપ સાત વર્ષની જગ્યાએ ૧૦ વર્ષના ઉઠાવી શકે છે. આનો મતલબ એ થયો કે, કોઇપણ સ્ટાર્ટઅપ જેનો વાર્ષિક કારોબાર ૧૦૦ કરોડ રૂપિયા છે તે ૧૦ વર્ષના ગાળા દરમિયાન કોઇપણ ત્રણ વર્ષમાં ટેક્સ છુટછાટનો લાભ લઇ શકે છે.

મોદી સરકારે શરૂઆતથી જ સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી હતી. વડાપ્રધાને અનેક પ્રસંગો ઉપર કહ્યું છે કે, ભારત જેવા મોટા દેશમાં જ્યારે યુવા રોજગાર લેવાની જગ્યાએ રોજગાર આપવાની વાત કરશે ત્યારે બેરોજગારની સમસ્યા દૂર થશે. બજેટમાં એમ્પ્લોઇઝ સ્ટોક ઓનરશીપ પ્લાનમાં રાહત આપવામાં આવી છે. નવા નિયમ મુજબ હવે ઇએસઓપી સ્કીમ હેઠળ એક કર્મચારીને એ વખતે જ ટેક્સ ચુકવવાની જરૂર પડશે જ્યારે તે શેરનું વેચાણ કરે છે. સ્ટોક ઓનરશીપ પ્લાન જારી થવાના સમયે કર્મચારીથી કોઇપણ પ્રકારના કોઇ ટેક્સ વસુલ કરવામાં આવશે નહીં.

કોઇ કર્મચારી હવે સ્ટાર્ટઅપ છોડે છે તો ઇએસઓપી શેર વેચે છે અથવા પાંચ વર્ષની અવધિમાં સૌથી પહેલા થશે તો ઇએસઓપી ટેક્સ તેના પર લાગૂ થશે નહીં. રોજગારીના મામલામાં મોદી સરકાર વિરોધ પક્ષોના નિશાના ઉપર રહી છે. સરકારે રોજગારી વધારવા માટે અનેક પગલા લીધા છે. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં ૧૩ વખત રોજગાર અને નોકરી શબ્દનો ઉપયોગ કર્યો હતો.

નવા યુવા માટે સ્થાનિક એકમોમાં વર્ષભરની ઇન્ટર્નશીપ વિદેશોમાં નોકરી કરવા માટે બ્રિજ કોર્સ, રોજગાર આધારિત શિક્ષણના માટે ૧૫૦ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ડિગ્રી, ડિપ્લોમા કોર્સની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત રિક્રુટમેન્ટ એજન્સીની સ્થાપના કરવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે, દેશમાં ૨૦૧૭-૧૮માં બેરોજગારીનો દર ૬.૧ ટકાનો રહ્યો હતો જે ૪૫ વર્ષમાં સૌથી વધારે છે. બજેટમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન અપાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.