Western Times News

Gujarati News

ભાડુઆતોના દસ્તાવેજો નહી રાખનાર મકાન માલિકો વિરૂધ્ધ કાર્યવાહી

વેજલપુર વિસ્તારમાં એસઓજીની સઘન કાર્યવાહી : આનંદનગર પોલીસ સ્ટેશન અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ૧૦થી વધુ મકાન માલિકો વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદો

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં ભાડાના મકાન આપનાર મકાન માલિકે ભાડુઆતોના આઈડી પ્રુફ સહિત સંપૂર્ણ હકિકતો સાથેનું ફોર્મ ભરવુ ફરજીયાત છે અને આ અંગે શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ પાડેલુ હોવા છતાં કેટલાક મકાન માલિકો જાહેરનામાનો ભંગ કરી કોઈપણ જાતના આઈડી પ્રુફ લીધા વગર મકાનો ભાડે આપતા હોવાથી રાજયનું ગૃહવિભાગ સતર્ક બન્યું છે


આ અંગે સંખ્યાબંધ ફરિયાદો મળતા એસઓજી દ્વારા ગઈકાલે શહેરના વેજલપુર વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં સર્ચ ઓપરેશન કરી ૧૦થી વધુ મકાન માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા સનસનાટી મચી ગઈ છે. આ તમામ મકાન માલિકો વિરૂધ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આનંદનગર પોલીસ અને વેજલપુર પોલીસે આવા મકાન માલિકો વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિÂસ્થતિ જળવાઈ રહે તથા ગુનાહિત પ્રવૃતિ અટકે તે માટે પોલીસ તંત્ર સતર્ક છે કેટલાક ગુંડા ત¥વો તથા દેશવિરોધી ત¥વો ભાડાનું મકાન લઈ આવી પ્રવૃતિ આચરતા હોય છે જેની સામે પોલીસ દ્વારા મકાન ભાડે આપનાર મકાન માલિકને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એક ખાસ ફોર્મ ભરવુ ફરજીયાત કરવામાં આવ્યું છે

આ ફોર્મ સાથે ભાડુઆતના તમામ પુરાવા રજુ કરવાના હોય છે. પોલીસ કમિશ્નર દ્વારા અવારનવાર આ અંગેની તાકિદ કરવામાં આવતી હોય છે પરંતુ કેટલાક મકાન માલિકો પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરતા જાવા મળે છે.

આ પ્રવૃતિ અટકાવવા માટે એસઓજી દ્વારા ગઈકાલે ખાસ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખાનગીરાહે તપાસ કરતા સંખ્યાબંધ મકાન માલિકો પાસે ભાડુઆતની કોઈ વિગતો નહી હોવાનું જાણવા મળતા એસઓજીના અધિકારીઓની જુદી જુદી ટીમોએ મકાન ભાડે રાખીને રહેતા લોકો વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી હતી.

આનંદનગર પોલીસ સ્ટેશન હેઠળ આવતા વેજલપુર કષ્ણધામ ઔડાના મકાનમાં એસઓજીએ વ્યાપક પ્રમાણમાં તપાસ શરૂ કરતા અનેક મકાન માલિકોએ કાયદાનો ભંગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. કષ્ણધામમાં આવેલા બ્લોક નં.૬ર માં રૂમ નં.૯૬પના મુળ માલિક મોતીભાઈ મીઠાભાઈ છે અને હાલમાં તેઓ માનસી સર્કલ રણુંજાનગર ખાતે રહે છે.

મોતીભાઈએ કષ્ણધામનું આ મકાન કમલેશ બારીયા નામના એક વ્યક્તિને  ભાડેથી આપ્યું હતું પરંતુ તેની પાસેથી કોઈ દસ્તાવેજા લીધા ન હતા આજ રીતે આ બ્લોકમાં ૯પ૭ નંબરના રૂમના માલિક દિનેશભાઈ નાનજીભાઈ છે અને તેઓ પણ રણુંજાનગર માનસી સર્કલમાં રહે છે દિનેશભાઈએ તેમનું આ મકાન વિકાસ સરગરા નામના યુવકને છેલ્લા ૧ વર્ષથી ભાડે આપેલુ હતું પરંતુ દિનેશભાઈએ ભાડેથી રહેતા વિકાસ પાસેથી કોઈ પુરાવા મેળવ્યા ન હતા

આ ઉપરાંત આજ બ્લોકમાં ર૦પ૧ નંબરની રૂમના મુળ માલિક ગણપતભાઈ નરસિંહભાઈ સોલંકી છે અને તે પોતે પણ માનસી સર્કલ રણુંજાનગર ખાતે રહે છે. ગણપતભાઈએ પોતાની આ રૂમ કરૂણાબેન ધનજીભાઈ વાઘેલાને ભાડેથી આપેલી છે. પરંતુ ગણપતભાઈએ આ મહિલા પાસેથી કોઈ દસ્તાવેજા લીધા ન હતાં.

કષ્ણધામના બ્લોક નં.૬પમાં રૂમ.ર૦૬૬ ના માલિક લાલભા વિક્રમસિંહ ઝાલા જે હાલમાં થલતેજ ખાતે રહે છે પરંતુ તેમણે આ રૂમ દેવીબેન ઝાલા નામની મહિલાને ભાડે આપી હતી. લાલભાઈ આ મહિલાના કોઈ દસ્તાવેજ મેળવ્યા ન હતા અને પોલીસમાં પણ કોઈ જાણ કરી ન હતી આ જ બ્લોકમાં રૂમ નં.ર૦પપના માલિક વસંતભાઈ વણકર સેટેલાઈટ ખાતે રહે છે  અને તેમણે પોતાનું મકાન હિરેનકુમાર દોડીયાને ભાડે આપેલું છે આ તમામ ભાડુઆતો છેલ્લા એક થી બે વર્ષથી રહે છે

આ તમામ મકાન માલિકોએ મકાન ભાડે આપતી વખતે ભાડુઆતોના કોઈ આઈડી પ્રુફ લીધા ન હતા અને સ્થાનિક આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફોર્મ પણ ભર્યું ન હતું આવી ગંભીર બેદરકારી દાખવનાર તમામ મકાન માલિકો વિરૂધ્ધ એસઓજીના પીએસઆઈ એમ.એન.સોલંકીએ ફરિયાદ નોંધાવતા આનંદનગર પોલીસે તમામની વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ભાડુઆતોના દસ્તાવેજ નહી રાખનાર મકાન માલિક વિરૂધ્ધ ગઈકાલથી શરૂ થયેલી કાર્યવાહીથી મકાન માલિકોમાં ફફડાટ ફેલાયેલો છે. એસઓજીની ટીમોએ ગઈકાલે વેજલપુર વિસ્તારમાં આ કાર્યવાહી કરી હતી કષ્ણધામ ઉપરાંત એસઓજીએ વેજલપુર વિસ્તારમાં આવેલા શિવાલય એપાર્ટમેન્ટમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

આ એપાર્ટમેન્ટમાં પાંચ મકાનોના માલિકોએ મકાનો ભાડે આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું. એસઓજીએ આ તમામ મકાન માલિકોને બોલાવી ભાડુઆતોના દસ્તાવજા માંગ્યા હતાં પરંતુ મકાન માલિકો આ દસ્તાવેજા રજુ કરી શકયા ન હતાં. શિવાલય એપાર્ટમેન્ટ વેજલપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવતા હોવાથી એસઓજીના અધિકારીએ જાતે ફરિયાદી બની આ પાંચેય મકાન માલિકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.