Western Times News

Gujarati News

કો.ઓપ.સોસાયટીઓનો ત્રણ દિવસીય વર્કશોપના બીજા દિવસે પણ તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા

મોડાસા: અરવલ્લી જિલ્લા સહકારી સંઘ,મોડાસા અને ગુજરાત સ્ટેટ કો.ઓપ.ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન લી. અમદાવાદ  આ સંયુક્ત ઉપક્રમે  કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઓનો ત્રણ દિવસીય વર્કશોપનું આયોજન થતા બીજા દિવસે ય ઓન મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ જોડાયા હતા.

કો.ઓપરેટિવ સોસાયટીઓના મેનેજરો માટેના આ વર્કશોપમાં રાજ્ય સહકારી સંઘના ટ્રેની ડાયરેક્ટર જે.જે.શાહ અને ગુજરાત રાજ્ય ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનના એક્ઝિક્યુટિવ ઓફિસર ડી.સી.વાઘેલા  દ્વારા સહકારી કાયદો-નિયમો અને પેટા નિયમો અને  એન.પી.એ.મેનેજમેન્ટ,ડિટીલાઇઝેશન માટેની જુદી જુદી પદ્ધતિઓ,જીએસટી અને સ્ટેમ્પ એકટ,એકાઉન્ટ્સ,વસુલાત અને વસુલાત માટેની જુદી જુદી પદ્ધતિઓ,ફંડ મેનેજમેન્ટ અને એસેટ લાયાબિટીઝ તથા નેગોશિયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ(કલમ.-138), પ્રો.ફંડ એકટ, ગ્રેજ્યુઇટી એકટ,બોનસ એકટ અને કોન્ટ્રાકટ એકટ અમે કસ્ટમર સર્વિસીસ અને એચ.આર.એમ વિષયોને આવરી લઈને તાલીમ અને માર્ગદર્શન આ વિષય તજજ્ઞો દ્વારા આપવામાં આવી રહ્યું છે. આ વિષયોનું જ્ઞાન સોસાયટીઓનાં વડા,મેનેજર,મંત્રી,ઓફિસરને ખૂબ જ ઉપયોગી નીવડશે તેમ અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલે જણાવ્યું હતું.આ કાર્યક્રમનું સંચાલન એક્ઝિક્યુટિવ ઓફિસર હરિપ્રસાદ જોશી કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.