Western Times News

Gujarati News

સુરતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજીની ભેટ આપતા પ્રધાનમંત્રી

કેન્દ્રીય મંત્રી મંડળે સુરતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી મંજુર કરી :  મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી અને મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરજીનો  હ્રદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો

 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં  ગુજરાતના સુરતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજીને આપેલી મંજૂરી માટે  હ્રદયપૂર્વક  આભાર પ્રગટ કર્યો છે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ આ નવીન ઇન્સ્ટિટ્યૂટ સુરતને આપવા માટે  પ્રધાનમંત્રી અને મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરજી પ્રત્યે  સમગ્ર રાજ્ય અને યુવા શક્તિ વતી આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આજના વિકસતા વિશ્વમાં ઇન્ફ્રમેશન ટેકનોલોજીના વ્યાપને જોતા આ ક્ષેત્રના ઉચ્ચ અભ્યાસ દ્વારા કારકિર્દી ઘડતરની નવી ક્ષિતિજો ગુજરાત અને દેશના યુવાનો માટે ખુલી છે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ગુજરાતમાં  વિશ્વકક્ષાનું જ્ઞાન  આપતી  જી.એફ.એસ.યુ., પી.ડી.પી.યુ., લૉ  યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી, મરિન યુનિવર્સિટી જેવી વર્લ્ડ ક્લાસ  સંસ્થાઓ  સાથે હવે સુરતમાં શરૂ થનારી આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી  ઘર આંગણે અદ્યતન અને વિશ્વ સમકક્ષ ટેકનોલોજી જ્ઞાન તેમજ શિક્ષણ માટેનું  એક નવું પ્રકરણ બની રહેશે.

કેન્દ્રીય મંત્રી મંડળે સુરતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી મંજુર કરી :  મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી અને મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરજીનો  હ્રદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં  ગુજરાતના સુરતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજીને આપેલી મંજૂરી માટે  હ્રદયપૂર્વક  આભાર પ્રગટ કર્યો છે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ આ નવીન ઇન્સ્ટિટ્યૂટ સુરતને આપવા માટે  પ્રધાનમંત્રી અને મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરજી પ્રત્યે  સમગ્ર રાજ્ય અને યુવા શક્તિ વતી આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આજના વિકસતા વિશ્વમાં ઇન્ફ્રમેશન ટેકનોલોજીના વ્યાપને જોતા આ ક્ષેત્રના ઉચ્ચ અભ્યાસ દ્વારા કારકિર્દી ઘડતરની નવી ક્ષિતિજો ગુજરાત અને દેશના યુવાનો માટે ખુલી છે.

વિજયભાઈ રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ગુજરાતમાં  વિશ્વકક્ષાનું જ્ઞાન  આપતી  જી.એફ.એસ.યુ., પી.ડી.પી.યુ., લૉ  યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી, મરિન યુનિવર્સિટી જેવી વર્લ્ડ ક્લાસ  સંસ્થાઓ  સાથે હવે સુરતમાં શરૂ થનારી આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી  ઘર આંગણે અદ્યતન અને વિશ્વ સમકક્ષ ટેકનોલોજી જ્ઞાન તેમજ શિક્ષણ માટેનું  એક નવું પ્રકરણ બની રહેશે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.