Western Times News

Gujarati News

ભરૂચ નગર પાલિકાનું મુલદ ડમ્પીંગ સાઈડનું મોટું કૌભાંડ સામે આવ્યું.

નગર પાલિકા ના ડમ્પીંગ સાઈડ ના સુપરવાઈઝર યુસુફ ભોગાટ નો ખુલાસો કરતો વિડીઓ અને ઓડિયો વાયર-ડમ્પીંગ સાઈડ ઉપર કચરા ની ગાડી ખાલી કરવા માટે રૂપિયા ૫ હજાર અને કંપની નું વેસ્ટ ઠાલવવા માટે  રુપયા ૨ હજાર આપવા પડે : યુસુફ ભોગાટ

ડમ્પીંગ સાઈડ મુદ્દે દંડ ભરવાની રકમ સરકારી તિજોરીમાંથી અને આવક ભાજપીઓના ખિસ્સામાં : વાહ રે નગર પાલિકા વાહ-કાસદ કચરા કૌભાંડ માં પણ ચાલતો હતો આવોજ વહીવટ

ભરૂચ: ભરૂચ નગર પાલિકા ના કાસદ કચરા ની ડમ્પીંગ સાઈડ ના વિવાદ બાદ મુલદ નજીક ની ડમ્પીંગ સાઈડ માં ભાજપીયાઓ કેવી રીતે કમાણી કરી રહ્યા છે તેનો પર્દાફાશ થવા પામ્યો છે.જેમાં ડમ્પીંગ સાઈડ ના સુપરવાઈઝરે કોઈપણ જાત ની પરવાનગી વિના કચરો ઠાલવવો હોય તો રૂપિયા ૫ હજાર અને કંપની નો વેસ્ટ ઠાલવવો હોય તો રૂપિયા ૨ હજાર નો વહીવટ કરવો પડે ત્યારે તાજેતર માં નગર પાલિકા ને દંડ ફટકારવામાં આવ્યો હોય તે રકમ પાલિકા ની તિજોરી માંથી ચૂકવાતી હોય ત્યારે પ્રજા ના રૂપિયે અધિકારીઓ અને પદાધિકારીઓ લીલા લહેર કરતા હોવાની ઘટના સામે આવી છે.

ભરૂચ નગર પાલિકા હર હમેંશા ડમ્પીંગ સાઈડ મુદ્દે વિવાદ માં રહી છે ત્યારે કાસદ કચરા કૌભાંડમાં પણ નગર પાલિકા નું ભ્રષ્ટાચાર નું ભૂત સામે આવ્યું હતું.ત્યારે તાજેતર માં જ ભરૂચ ના નર્મદા નદી ના કાંઠે મુલદ સાઈડ ઉપર ડમ્પીંગ સાઈડ માં કચરા કૌભાંડ કઈ રીતે ચાલી રહ્યુ છે તેનો પર્દાફાશ થઈ રહ્યો છે.જેમાં એક ડમી વ્યક્તિ ડમ્પીંગ સાઈડ ઉપર ના સુપરવાઈઝર યુસુફ ભોગટ સાથે કચરો ઠાલવવા અંગે વાતચીત કરી રહ્યા છે.જેમાં સ્પષ્ટ જણાવી રહ્યા છે કે

આ ડમ્પીંગ સાઈડ ઉપર કોઈપણ જાત નો કચરો ઠાલવવો હોય તો સેનેટરી વિભાગ ના ચેરમેન સતીષ મિસ્ત્રી સાથે વાત કરવાની તમારું કામ થઈ જશે અને ટેલીફોનીક વાતચીત માં ડમી ગ્રાહક સાથે યુસુફ ભોગટ વાત માં જણાવી રહ્યા છે કે કચરા ની ગાડી ઠાલવવા માટે ૫ હજાર રૂપિયા અને કંપની નો વેસ્ટેજ ઠાલવવા માટે રૂપિયા ૨ હજાર ચુકવવા પડે ત્યારે આ સમગ્ર કૌભાંડ માં અધિકારીઓ અને પદાધિકારીઓ નો ભ્રષ્ટાચાર છાપરે ચઢી ને પોકારી ઉઠ્યો છે.આ ડમ્પીંગ સાઈડ ઉપર ભરૂચ ના વિવિધ ગામો ના તથા ભરૂચ શહેર નો કચરો ઠલવાઈ રહ્યો છે જેની રકમ અંદાજીત રોજ ની લાખો રૂપિયા થી વધુ જઈ રહી છે.ત્યારે અધિકારીઓ ને પદા ધિકારીઓ રૂપિયા કમાણી કરવામાં માટે મગ્ન બની રહ્યા છે જેનો જીવતો દાખલો સામે આવ્યો છે.

ડમ્પીંગ સાઈડ પર ના સુપરવાઈઝર ડમી ગ્રાહક સાથે વાતચીત કરી રહ્યા હોય તેનો સ્ટીંગ વિડીઓ માં સુપરવાઈઝર જણાવી રહ્યા છે એ ડમ્પીંગ સાઈડ ઉપર કચરો ઠાલવવા માટે કોઈ ની પરવાનગી ની જરૂર નથી.બસ આપરા નગર પાલિકા ના સેનેટરી ચેરમેન સતીષભાઈ મિસ્ત્રી પેલા ભાજપ ના છે તેમની સાથે તમારે વાત કરી લેવાની એટલે તમારું બધું થઈ જશે.ત્યારે સમગ્ર કૌભાંડ ભરૂચ નગર પાલિકા માટે શરમજનક સાબિત થઈ રહ્યુ છે.

૩ ટેમ્પા ના ૫ હજાર અને કંપની ના વેસ્ટ માટે ૨ હજાર : ડમ્પીંગ સાઈડ સુપરવાઈઝર યુસુફ ભોગટ.

એડવાન્સ રૂપિયા ૩ હજાર રૂપિયા ચુકવવા પડશે : ડમ્પીંગ સાઈડ સુપરવાઈઝર યુસુફ ભોગટ. ભરૂચ નગર પાલિકા ના અધિકારીઓ અને પદાધિકારીઓ મલાઈ કેવી રીતે ચાટી રહ્યા છે તેની ચોકવાનારી વિગતો સામે આવી રહી છે.ડમી ગ્રાહક ડમ્પીંગ સાઈડ ના સુપરવાઈઝર યુનુસભાઈ સાથે ટેલીફોનીક વાતચીત માં તેઓ જણાવી રહ્યા છે કે સાહેબ સાથે વાત થઈ છે ૩ ગાડી ના ૫ હજાર રૂપિયા અને કંપની ના વેસ્ટ માટે ૨ હજાર રૂપિયા મળી ૭ હજાર રૂપિયા અને કામ શરૂ કરતા પહેલા એડવાન્સ ૩ હજાર રૂપિયા આપવા પડશે તેવું કહ્યું છે.ત્યારે આ સમગ્ર રૂપિયા નો વહીવટ છે તે સરકારી તિજોરી માં નહિ કે ભ્રષ્ટાચારી અધિકારીઓ અને પદાધિકારીઓ ના ખિસ્સા માં જઈ રહ્યા છે.શું છે આખી ઘટના નો વાતચીત નો ઓડીઓ.

કાસદ કચરા કૌભાંડમાં પણ આવી રીતે જ થતો હતો વહીવટ. કાસદ કચરા કૌભાંડ પણ ભરૂચ નગર પાલિકા ના અધિકારીઓ ને પદાધિકારીઓ ને મેલાપીપણા માં આવી રીતે જ ચાલી રહ્યો હતો કૌભાંડ જેનો પર્દાફાશ મીડિયા એ કર્યો હતો.જયારે આ સમગ્ર કૌભાંડ મીડિયા એ ઉઠાવતા આખરે કાસદ કચરા કૌભાંડ સામે આવ્યું હતું અને આખરે કાસદ કચરા કૌભાંડ માં પણ આવી રીતે જ રૂપિયા કમાવાની વૃત્તિ ચાલી રહી હતી.ત્યારે ભ્રષ્ટાચારી અધિકારીઓ અને પદાધિકારીઓ નું પાપ છાપરે ચઢી ને પોકારી ઊઠયુ છે.

ડોર ટુ ડોર ની તમામ ગાડીઓ નંબર પ્લેટ વિનાની અને અનફીટ હોવાના આક્ષેપ.

ભરૂચ નગર પાલિકા તથા વિવિધ ગામ પંચાયતો ની હદ માં ડોર ટુ ડોર ઉઘરાવતી ગાડીઓ પણ લોકો માટે અકસ્માત નું ભય ઉભું કરી રહી છે.કારણકે ડોર ટુ ડોર ગાડીઓ ના નંબર પ્લેટ શુદ્ધા નથી અને તમામ ગાડીઓ અત્યંત ખખડઘજ અવ્ય્સ્થા માં હોય ત્યારે ભરૂચ આરટીઓ વિભાગે પણ લોકો ની સુરક્ષા ને ધ્યાને લઈ નગર પાલિકા ના તમામ વાહનો તથા ડોર ટુ ડોર ના વાહનો ની ચકાસણી કરવાની જરૂર છે.કારણ કે તાજેતર માં જ પાલિકા ના વાહને બે વિદ્યાર્થીઓ ના ભોગ લીધા છે.ત્યારે રાહદારીઓ અને વાહનચાલકો ના હિત માં આરટીઓ વિભાગે કાર્યવાહી કરવાની બૂમ ઉઠી રહી છે.

આ કૌભાંડ મુદ્દે વિપક્ષ કેવું આંદોલન કરશે.?

મુલદ ની ડમ્પીંગ સાઈડ માં સેનેટરી ચેરમેન સાથે કચરો ઠાલવવો હોય તો વહીવટ ની વાત કરવાની જેવા ઓડીઓ અને વિડીઓ એ ભારે ચર્ચા જગાવી છે.ત્યારે કાસદ કચરા કૌભાંડ માં તો વિપક્ષ ઠંડા પાણી એ બેસી ગયું પરંતુ મુલદ ની ડમ્પીંગ સાઈડ ઉપર કોઈપણ જાત ની રસીદ કે વાઉચર આપ્યા વિના કચરો ઠાલવવા માટે અને કંપની નો વેસ્ટ ઠાલવવા માટે મસ્ત મોટી રકમ ચૂકવવી પડશે તેવા ઓડીઓ અને વિડીઓ એ અધિકારીઓ અને પદાધિકારીઓના કૌભાંડ નો પર્દાફાશ કર્યો છે.ત્યારે સમગ્ર કૌભાંડ માં વિપક્ષ કેવું આંદોલન કરે છે તે જોવું રહ્યુ.કે પછી કાસદ કચરા કૌભાંડ જેવું પાણી માં બેસી જશે તે જોવું રહ્યુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.