Western Times News

Gujarati News

સ્કિન ફેરનેસની ખોટી જાહેરાતો આપવા બદલ 50 લાખ દંડ અને 5 વર્ષની જેલ થશે

ભારતમાં સુંદરતાને લઇને લોકોનું જુનૂન કોઇની સાથે છુપાયેલુ નથી. શ્યામ લોકો ગોરા થવા માટે અલગ- અલગ ક્રીમનો ઉપયોગ કરે છે જ્યારે ટાલ પડતી રોકવા માટે પણ લોકો અલગ અલગ ઉપાય કરે છે. આ બધુ એટલા માટે હોય છે કારણ કે ગોરી બનાવતી ક્રીમને લઇને કંપની તેને લઇને અલગ જાહેરાતો બનાવે છે. જોકે, આ કંપનીઓને લઇને સરકાર કડક પગલા ભરવા જઇ રહી છે. સુત્રો અનુસાર ગોરા બનાવતી ક્રીમ અને ટકલાને દૂર કરનારૂ તેલ અથવા ક્રીમની જાહેરાતમાં સામેલ લોકોને 5 વર્ષ સુધી જેલ થઇ શકે છે અને સાથે જ તેમણે 50 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ નવા પ્રસ્તાવને લઇને સરકારે તૈયારી કરી લીધી છે.

ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ (આપત્તિજનક જાહેરાત) બિલ 2020ના નવા ડ્રાફ્ટ માટે ગુનેગારોને 10 લાખ રૂપિયાનો દંડ અને 2 વર્ષની સજા થઇ શકે છે. તે બાદ બીજી વખત ભૂલ કરતા દંડની રકમ વધીને 50 લાખ થઇ શકે છે અને સજા વધીને પાંચ વર્ષની થઇ શકે છે.

પહેલા 1954ના આ અધિનિયમ હેઠળ પ્રથમ વખત દોષી થતા છ મહિનાની સજાની જોગવાઇ હતી. જોકે, બીજી વખત દોષી ગણાતા આ સજા એક વર્ષ સુધી થતી હતી. જેમાં દંડ અને જેલ બન્ને થઇ શકતી હતી. નવા બિલમાં કોઇ પણ ઓડિયો અથવા વિજ્યુઅલ (લાઇટ, સાઉન્ડ,સ્મોક, ગેસ,પ્રિન્ટ, ઇલેકટ્રોનિક મીડિયા, ઇન્ટરનેટ અથવા વેબસાઇટ)નો વિસ્તાર કરવામાં આવ્યો છે. જેમાં કોઇ નોટિસ સર્કુલર, લેબલ,રેપર, દંડ, બેનર પોસ્ટર અથવા આવા અન્ય દસ્તાવેજ સામેલ છે જેના પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. સંશોધિત અધિનિયમમાં તે જાહેરાતોને પ્રતિબંધિત કરવાનો પ્રસ્તાવ છે જે એડ્સ, અસ્થમા કેન્સર, યૌન નપુસંકતા અને શીધ્ર પતન જેવી 78 રીતની બીમારીઓને રોકવા અને તેના સારવાર કરવાની વાત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.