Western Times News

Gujarati News

નિર્ભયાના દોષી અક્ષયએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

નવી દિલ્હીઃ નિર્ભયાના દોષી અક્ષયે ફાંસીથી બચવા માટે નવી ચાલ ચાલી છે. અક્ષયના વકીલ એપી સિંહ પ્રમાણે, અક્ષયે 1 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિને પત્ર લખીને કહ્યું હતું કે, અક્ષયની દયા અરજી તેની સહી વગર રાષ્ટ્રપતિની સમક્ષ દાખલ કરવામાં આવી. જેથી દયા અરજી પર નિર્ણય લેવામાં આવ્યો નથી.

અક્ષયના વકીલ એપી સિંહ પ્રમાણે, રાષ્ટ્રપતિ ભાવનમાં વાપતીની મહોરની સાથે સંલગ્ન પત્રમાં કહેવામાં આવ્યું છે કે 31 જાન્યુઆરીએ દાખલ કરાયેલી દયા અરજી પર અક્ષયના હસ્તાક્ષર કે અંગૂઠાનું નિશાન નથી. ના આ અરજી તિહાડ જેલ તંત્રથી પ્રમાણિત છે. સાથે અરજી દોષીની આર્થિક સ્થિતિ અને કેસની સંપૂર્ણ જાણકારી વગર ઉતાવળમાં દાખલ કરવામાં આવી છે.

તો આ મામલામાં દિલ્હી સરકારે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરીને ડેથ વોરંટ જારી કરવાની માગ કરી છે. તિહાડ જેલ પ્રસાશને પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરીને ચારેય દોષી વિરુદ્ધ ફ્રેશ ડેથ વોરંટ જારી કરવાની માગ કરી છે. તિહાડ જેલ પ્રશાસને પોતાની અરજીમાં કહ્યું કે, અક્ષય, મુકેશ અને વિનયની દયા અરજી રાષ્ટ્રપતિએ નકારી દીધી છે. તિહાડ જેલ પ્રાશાસનની દલીલ છે કે અત્યારે કોઈપણ ફોરમમાં કોઈપણ દોષીની અરજી પેન્ડિંગ નથી, જેથી નવું ડેથ વોરંટ જારી કરવામાં આવે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.