Western Times News

Gujarati News

૪૦મી નેશનલ ટીમ ચેસ ચેમ્પીયનશીપ-૨૦૨૦ ટુર્નામેન્ટનું આયોજન

૪૦મી નેશનલ ટીમ ચેસ ચેમ્પીયનશીપ-૨૦૨૦ અને ૧૮મી નેશનલ ટીમ ચેસ ચેમ્પીયનશીપ ફોર વુમન-૨૦૨૦

ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન તેમજ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે “૪૦મી નેશનલ ટીમ ચેસ ચેમ્પીયનશીપ-૨૦૨૦ અને ૧૮મી નેશનલ ટીમ ચેસ ચેમ્પીયનશીપ ફોર વુમન-૨૦૨૦” ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ તા.૭ થી ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૦ દરમ્યાન જીએસસી બેન્ક (એ.સી. હોલ), સહકાર ભવન, ૧૩૨ ફૂટ રીંગ રોડ, નારણપુરા, અમદાવાદ ખાતે ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના નેજા હેઠળ રમાશે. ટુર્નામેન્ટની સંક્ષીપ્ત માહિતી નીચે મુજબ છે.

• ટુર્નામેન્ટનું સ્થળ ઃ જીએસસી બેન્ક (એ.સી. હોલ), સહકાર ભવન, ૧૩૨ ફૂટ રીંગ રોડ, નારણપુરા, અમદાવાદ

• આ ટુર્નામેન્ટમાં ૨૭૦ જેટલા પ્રતિભાશાળી ખેલાડીઓ જેમાં છોકરાઓની ૩૬ ટીમ તેમજ છોકરીઓની ૧૭ ટીમ ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં પ્રત્યેક ટીમમાં પાંચ ખેલાડીઓને સામાવેશ કરવામાં આવે છે જેમાં એક ખેલાડી રીર્ઝવ હોય છે. ખ્યાતનામ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવ્યા છે.

જેમાં તેજસ બાકરે (એર ઈન્ડીયા), લલીથ બાબુ (પીએસપીબી), પદ્યમીની રાઉત (પીએસપીબી), સૌમ્યા સ્વામીનાથન (પીએસપીબી), તાનીયા સચદેવ (એર ઈÂન્ડયા), શ્રીરામ ઝા (એલઆઈસી), કીરણ મનિષા મોહન્તી (એલઆઈસી), દિપન ચર્કવર્થી (આરએસપીબી), સ્વપનીલ ધોપાડે (આરએસપીબી), લક્ષમણ આરઆર (આરએસપીબી) તેમજ રવી તેજા (આરએસપીબી) જેવા ટોપ સીડેડ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેઓ આ ટુર્નામેન્ટનું મુખ્ય આકર્ષણ રહેશે. બીજી અનેક ટીમો જેવી કે મહારાષ્ટ્ર, ગુજરાત, યુપી, તામીલનાડુ, તેલંગાણા, કેરાલા, કર્ણાટક, દિલ્હી, રાજસ્થાન, આસામથી આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવી છે અને તેઓ પણ પોતાનું કૌશલ દેખાડશે અને અનેક અપસેટ્‌સ સર્જશે.

• ગુજરાતની છોકરાઓની ટીમ તરફથી મોક્ષ દોષી, જલ્પન ભટ્ટ, એસ કે સિન્હા, કર્તવ્ય અનડકટ, મૌલિક રાવલ, જાય ચૌહાણ, હેમલ થાનકી તેમજ છોકરીઓની ટીમ તરફથી ધ્યાના પટેલ, ક્રિતી શાહ, રિધ્ધી પટેલ, હિયા પંચાલ તેમજ ફલક જાની નાઈક ભાગ લઈ રહ્યા છે. આ તમામ ખેલાડીઓ અન્ય રાજયોની ટીમોના ખેલાડીઓને બરાબરીની ટક્કર આપશે.

• આ ટુર્નામેન્ટમાં કુલ ૧૭ ગ્રાન્ડ માસ્ટર્સ, ૨૦ ઈન્ટરનેશનલ માસ્ટર્સ, ૮ વુમન ગ્રાન્ડ માસ્ટર્સ તેમજ ૮ વુમન ઈન્ટરનેશનલ માસ્ટર્સ ભાગ લઈ રહ્યા છે.

• બહારગામના રાજ્યના પસંદગી પામેલ ખેલાડીઓ માટે રહેવાની વ્યવસ્થા કોઈપણ ચાર્જ લીધા સિવાય જીએસસી બેન્ક, ૧૩૨ ફૂટ રીંગ રોડ, પલ્લવ ચાર રસ્તા પાસે, નારણપુરા, અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે.

• રાજેશ ચાવડા (સેક્રેટરી, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન), ભાવેશ પટેલ (સીઈઓ, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન), સમીર શાહ (ટ્રેઝરર, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન) મયૂર પટેલ (વાઈસ પ્રેસીડન્ટ, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન), પ્રિતેશ મહેતા (જાઈન્ટ સેક્રેટરી, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન) તેમજ શેખર ચંદ્ર સાહુ (વાઈસ પ્રેસીડન્ટ, ઓલ ઈÂન્ડયા ચેસ ફેડરેશન) મહાનુભાવો દ્વારા આ ટુર્નામેન્ટનું ઉદ્‌ધાટન તા.૭ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ બપોરે ૧૨ઃ૦૦ કલાકે કરવામાં આવ્યું.

• કુલ રૂ.૩,૭૫,૦૦૦/-ના રોકડ ઈનામો (રૂ.૨,૨૫,૦૦૦/- છોકરાઓની તેમજ રૂ.૧,૫૦,૦૦૦/- છોકરીઓ)ની ટીમના વિજેતા ટીમ વચ્ચે વહેંચવામાં આવશે.

• આ ટુર્નામેન્ટમાં કુલ ૯ રાઉન્ડ (ઓપન કેટેગરીમાં) જયારે ૭ રાઉન્ડ (વુમન કેટેગરીમાં) Âસ્વસ સિસ્ટમથી રમાશે.

• ચીફ આર્બીટર તરીકે શ્રી રથીનામ અનંથરામ કે જેઓની ઓલ ઈÂન્ડયા ચેસ ફેડરેશન દ્વારા સીધી નિમણૂંક કરવામાં આવી છે તેઓ ફરજ બજાવશે. તેમજ ગુજરાતના સહાયક આર્બીટર તરીકે આઈ. જી. પરમાર તેમજ ધર્મેન્દ્ર પંડ્યા સેવાઓ બજાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.