Western Times News

Gujarati News

સરસવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં યોજાયેલ આરોગ્ય મેળો

ભિલોડા: સાબરકાંઠા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજેશ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો.એસ. એમ.ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પ્રા.આ.કેન્દ્ર સરસવ ખાતે  વિજયનગર તાલુકા હેલ્થ ઓફિસ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરસવ ના સયુંકત ઉપક્રમે આરોગ્ય મેળા નું આયોજન કરવામાં આવેલ હતું.વિજયનગર તાલુકાના  ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયુર શાહ,મરિયમબેન,જીવાજી અસારી,તેમજ વિવિધ રોગોના નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શુભ શરૂઆત ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પ્રાર્થનાથી કરવામાં આવી ત્યાર બાદ દીપ પ્રગટાવીને કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો.મહેમાનો નું સ્વાગત શાલ ઓઠાડી પુષ્પગુચ્છ થી કરવામાં આવેલ.

આ કેમ્પમાં ડો.રાજેશ ડામોર (ઓર્થોપેડીક સર્જન) શિવ ઓર્થોપેડીક હોસ્પિટલ,ઈડર,ડો.અલ્તાફ મેમણ,સુમન હોસ્પિટલ,ઇડર,ડો.પ્રમોદ ખરાડી ( કાન, નાક, ગળા ના સર્જન)પ્રણાલી હોસ્પિટલ, ઇડર,ડો. રાજપુરા (ગાયનેક )સા.આ.કેન્દ્ર, વિજયનગર,ડો.મેહુલ દેસાઈ (ગાયનેક) મા ગાયનેક હોસ્પિટલ, ઇડર, આત્મવલ્લભ હોસ્પિટલ, ઇડર આંખ વિભાગ ની ટીમ,  ડો.ચિંતન ડબગર (ડેન્ટલ સર્જન)
ડો.રાજેશ જોશિયારા (એસો. પ્રોફેસર),ડો.ક્રિષ્ના બોડાત (મેડિકલ ઓફિસર),ડો.રાજેન્દ્ર ભુરીયા ( મેડિકલ ઓફિસર),ડો.બીના પરમાર( મેડિકલ ઓફિસર),ડો.ચિરાગ ડામોર (સુપ્રિટેન્ડેન્ટ, સા.આ. કેન્દ્ર- ચોરીવાડ),ડો. એ બી અસારી(મેડિકલ ઓફિસર), ડો.ચિરાગ અસારી(M.B.B.S), ડો.દર્શિલ ખરાડી દ્વારા આરોગ્ય તપાસ તથા સારવાર કરવામાં આવી. આરોગ્ય મેળા મા આંખ ની તપાસ દરમિયાન જરૂર મુજબ આંખ ના નંબર ના ચશ્મા મફત મા પૂરા પાડવામાં આવ્યા હતા. મોતિયા ના દર્દીઓ ને આત્મવલ્લભ હોસ્પિટલ મા મફત ઓપરેશન ની વ્યવસ્થા કરવામાં આવી. કેમ્પ ની સફળતા માટે પ્રા.આ.કેન્દ્ર સરસવ ના મેડિકલ ઓફિસર ડો.પ્રવિણ અસારી તથા  પ્રા.આ. કેન્દ્ર સરસવ,કોડિયાવાડા ની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.