Western Times News

Gujarati News

હળવદમા રાજયના દિવ્યાંગ યુવાનોની ક્રિકેટ ટુર્નામેન્ટમા સુરતની ટીમ વિજયી બની

(જીજ્ઞેશ રાવલ) હળવદ, નવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ/હળવદ દ્રારા આયોજીત દિવ્યાંગ યુવાનોની ક્રિકેટ ટુર્નામેન્ટમા રાજયની વિવિધ ૧૨ ટીમો એ ભાગ લીધો હતો,જે માહેના ઘણા ખરા રમતવીરો દિવ્યાંગોની આંતર રાષ્ટ્રીય મેચોમા ભારતિય ટીમના ખેલાડી તરીકે વિદેશમા સારો દેખાવ કરી દેશનુ પ્રતિનીધીત્વ કરી ચૂકેલા ખેલાડીઓ એ પણ આ મેચમા વિવિધ ટીમોમાથી ભાગ લીધો હતો,

જેના છેલ્લા રાઉન્ડમા ફાઈનલમા કચ્છ અને સુરતની ટીમનો કાંટાની ટક્કર જેવો મેચ યૌજાયો હતો,જેમા સુરતની ટીમ વિજેતા બની હતી,

વિજેતા-રર્નસ અપ ટીમને ટ્રોફી-રોકડ પુરસ્કાર તેમજ મેન ઓફ ધી સીરીઝ,મેન ઓફ ધ મેચ,બેસ્ટ બોલર,બેસ્ટ બેટ્સ મેન વગેરે ટ્રોફી,રોકડ તેમજ શાલ ઓઢાડી બહૂમાન કરવામા આવેલ હતુ,

આ પ્રસગે ખાસ ઉપસ્થિત હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પુરૂષોતમભાઈ સાબરીયા,હળવદ મિરરના સંપાદક જીજ્ઞેશકુમાર રાવલ, માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ,ઠાકોર સમાજના અગ્રણી પપ્પુભાઈ ઠાકોર વિગેરે ઉપસ્થીત રહ્યા હતા.
તસ્વીરમા સંસ્થાના સ્થાપક-સેક્રેટરી જીતેન્દ્રભાઈ જોશી,ટ્રસ્ટીઓ દેવજીભાઈ ધેડા,વિજયભાઈ જોશી અને ઉપસ્થીત આગેવાનો વિજેતા અને રર્નર અપ ટીમના ખેલાડીઓ સાથે નજરે પડે છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.