Western Times News

Gujarati News

બાયડના વારેણા ગામની મહિલાઓએ ૮૦૦ લીટર દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો 

બાયડના વારેણા દૂધ મંડળી અને અરજણવાવ  શીત કેન્દ્ર વચ્ચે લાંબા સમય થી શીતયુદ્ધ ચાલી રહ્યું છે વારેણા ગામમાં આંતરિક ડખાને લીધે બે જૂથ પડી ગયા છે જેમાં એક જૂથની મહિલાઓ દ્વારા સાબરડેરીમાં મહિલા દૂધ ઉત્પાદક મંડળીની માંગ સાથે ચોઈલા ગામે આવેલી આદર્શ ચોઈલા દૂધ મંડળીમાં દૂધ ભરાવવામાં આવતું હતું.

વારેણા દૂધ મંડળીના સંચાલકોએ સાબરડેરી રજુઆત કરી વારેણા દૂધ ઉત્પાદક મંડળીના પશુ ધિરાણ સહીત અન્ય ધિરાણ બાકી હોવાથી સાબરડેરીમાં રજુઆત કરતા સાબરડેરીએ આદર્શ ચોઈલા દૂધ મંડળી માં દૂધ નહિ સ્વીકારવા આદેશ કરતા ૮૦૦ લીટર દૂધ ન સ્વીકારતા મહિલાઓએ અરજણ શીતકેન્દ્રમાં રજુઆત કરતા કોઈ યોગ્ય ઉકેલ ન આવતા શીતકેન્દ્ર આગળ ૮૦૦ લીટર દૂધ ઢોળી સાબરડેરીના નામે છાજીયા લઈ વિરોધ નોંધાવ્યો હતો.

       વારેણા ટીંબા ફળીમાં મહિલા ડેરી વારેણા આપવામાં આવે તો મૂળ દૂધ ઉત્પાદક મંડળી ધી વારેણા બોરટિંબા દુ.ઉ.સ.મ.લી જે અલગ પડતા મહિલા ડેરીના ગ્રાહકો પાસે મૂળ મંડળીમાં જો ઓડિટ કરતા જે બાકી નીકળતા પૈસા મહિલાઓ ભરવા તૈયાર હોવાની સાથે ભાવફેર પણ લેવાનો હોવાથી સાબરડેરીમાં લેખિત રજુઆત કરી મહિલા ડેરીની માંગ કરી ધી વારેણા બોરટિંબા દુ.ઉ.સ.મ.લી ગેરવહીવટ ચાલતો ગેરવહીવટ ચાલતો હોવાના આક્ષેપ કર્યો હતો મહિલાઓના દૂધ ઢોળી છાજીયા લઈ આક્રમક વિરોધ નોંધાવ્યો હતો અને  ટીંબા ફળીમાં મહિલા ડેરી વારેણા આપવામાં આવેની માંગ પર અડગ હોવાનું જણાવ્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.