Western Times News

Gujarati News

સની લિયોન હજુ સૌથી લોકપ્રિય હસ્તી

મુંબઇ, ફિલ્મો હાલમાં હાથમાં ન હોવા છતાં સની લિયોનની લોકપ્રિયતા ભારતમાં ઓછી થઇ નથી. સોશિયલ મિડિયામાં તે હજુ પણ છવાયેલી છે.સોશિયલ મિડિયા પર સૌથી વધારે લોકપ્રિય સ્ટાર પૈકીની એક સની લિયોન હજુ પણ લોકપ્રિયતાના મામલે સૌથી આગળ છે. સની લિયોન અને તેના પતિ દ્વારા તેમના ત્રણ બાળકોને ખુબ સાવચેતીપૂર્વક સાચવી રહ્યા છે. તેમના પ્રત્યે ગંભીરતા રાખી રહ્યા છે. તેમના મામલે બન્ને કોઇ બાંધછોડ કરતા નથી. સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબર હવે ત્રણ બાળકોના માતાપિતા બની ચુક્યા છે. સની લિયોને પોતે સોશિયલ નેટવર્કિગ સાઇટ પર આ અંગેની જાહેરાત કરી છે. સાથે સાથે નવજાત બાળકોના ફોટો પણ જારી કર્યા છે.

સની લિયોને કહ્યુ છે કે તેમના પરિવારમાં હવે બે જાડકા પુત્રો સામેલ છે. જે પૈકી એક પુત્રનુ નામ અશર સિંહ વેબર અને બીજા પુત્રનુ નોરા સિંહ વેબર રાખ્યુ છે. સની લિયોને પોતાના બન્ને પુત્રોની સાથે સાથે પુત્રી નિશા કૌર વેબરનો ફોટો પણ જારી કર્યો છે. સોશિયલ મિડિયા પર જારી કરવામાં આવેલા ફોટોમાં સની લિયોન અને તેના પતિ વેબર પણ નજરે પડી રહ્યા છે. સનીએ પોસ્ટમાં લખ્યુ છે કે ભગવાને અમારા માટે પહેલાથી જ તમામ યોજના બનાવીને રાખી હતી. સની લિયોને કહ્યુ છે કે અમે હવે ત્રણ બાળકોના સૌભાગ્યશાળી માતા પિતા બની ગયા છે. પોસ્ટના છેલ્લે સરપ્રાઇઝ એવરીવન પણ લખ્યુ છે. સની લિયોને પોસ્ટમાં પુત્રોના જન્મના સંબંધમાં વધારે વાત કરી નથી. પરંતુ એવો અંદાજ મુકવામાં આવી રહ્યો છે કે બાળકો સરોગેસી મારફતે થયા છે. ડેનિયલ અને સની લિયોને મહારાષ્ટ્રના લાતુરમાંથી બે વર્ષની બાળકીને દત્તક લીધી હતી. જેનુ નામ નિશા કૌર રાખવામાં આવ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.