Western Times News

Gujarati News

સંજય લીલાની ફિલ્મને લઇ આલિયા ઉત્સુક

મુંબઇ, બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી તરીકે ઉભરી રહેલી આલિયા ભટ્ટ યુવા પેઢીમાં સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે બની રહી છે. તે હાલમાં સૌથી વ્યસ્ત સ્ટાર પૈકી એક છે. તેની પાસે ચારથી વધારે ફિલ્મો રહેલી છે. જેમાં સંજય લીલા ભણશાલીની ગંગુબાઇ ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મને ૧૧મી સપ્ટેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આનુ શુટિંગ કરવામાં આવી રહ્યુ છે. તેની પાસે અન્ય જે ફિલ્મો છે જેમાં આરઆરઆરફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મ પિરિયડ એક્શન ફિલ્મ છે. જેમાં તે જુનિયર રામારાવ અને રામચરણ સાથે દેખાશે. ઉપરાંત રણબીર કપુર સાથે પણ તે એક ફિલ્મ ધરાવે છે. આરઆરઆર પિલ્મ આઠમી મે ૨૦૨૧ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તેની પાસે જે મોટી ફિલ્મ છે તેમાં હોમ પ્રોડક્શનની ફિલ્મ સડક-૨ ફિલ્મનો સમાવેશ થાય છે. હાલમાં તે આદિત્ય રોય કપુર સાથે પોતાના હોમ પ્રોડક્શનની વિતેલા વર્ષોની સુપરહિટ ફિલ્મ સડકના નવા ભાગને લઇને વ્યસ્ત છે. તેની તમામ ફિલ્મો સુપરહિટ સાબિત થઇ છે. તેની તમામ ફિલ્મો તરફ લોકોનુ ધ્યાન ખેંચાયુ છે.

જેમાં રાજી, ગુલ્લી બોય, કલંક ફિલ્મનો સમાવેશ થાય છે. સાથે સાથે તે સ્ટુડન્ડ ઓફ ય યર-૨ ફિલ્મમાં એક ગીતમાં પણ કામ કરી ચુકી છે. તે હાલમાં ચાર ફિલ્મો હાથમાં ધરાવે છે. હાલમાં રણબીર કપુર સાથે ડેટિંગ કરી રહેલી આલિયા ભટ્ટ તમામ નવી ફિલ્મોને લઇને આશાવાદી છે. તેની પાસે અન્ય ઓફર પણ આવી રહી છે. તેનાથી પ્રભાવિત રહેલી યુવા અભિનેત્રીઓમાં અક્સરાનો પણ સમાવેશ થાય છે. અભિનેત્રી અક્સરા હસન માને છે કે તેની સામે સૌથી મોટી સ્પર્ધક તરીકે આલિયા ભટ્ટ છે. તેનુ કહેવુ છે કે એક અભિનેત્રી તરીકે આલિયા ભટ્ટથી તે પ્રભાવિત પણ છે. સાથે સાથે તેને તે પડકારરૂપ પણ ગણે છે. અકસરાએ કહ્યુ છે કે સ્ટુડન્ટ ઓફ ધ યર નામની આલિયાની પ્રથમ ફિલ્મથી જ તે તેને ઓળખે છે.

એક અભિનેત્રી તરીકે તે જે રીતે આગેકુચ કરી રહી છે તેના કારણે તે ખુબ ખુશ છે. સાથે સાથે ઓન સ્ક્રીન તે ખુબ ખુબસુરત પણ દેખાય છે.તે જન્મજાત અભિનેત્રી તરીકે છે. વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતા કમલ હાસનની અને સારિકાની પુત્રી ૨૫ વર્ષીય અક્સરા હસને શમિતાભ નામની ફિલ્મ સાથે બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. આશાસ્પદ અભિનેત્રી આલિયા ભટ્ટ બોલિવુડમાં નવા કલાકારો સાથે કામ કરી રહી છે. આલિયાની ફિલ્મ ગલી બોયે ફિલ્મફેર એવોર્ડમં જોરદાર સપાટો બોલાવ્યો હતો. ૧૧ જેટલા એવોર્ડ પોતાના નામ પર કર્યા હતા. ફિલ્મમાં શાનદાર રોલ બદલ તે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતી ગઇ હતી. તેલુગુ અને હિન્દી ભાષાની ફિલ્મ બની રહી છે. આરઆરઆર ફિલ્મ એક્શનથી ભરપુર રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.