Western Times News

Gujarati News

અમીર ઉપર ટેક્સ વધારીને આવકવેરા મર્યાદા વધારાશે

નવી દિલ્હી : બજેટમાં કેટલાક મોટા પગલા લેવાની દિશામાં સરકાર આગળ વધવા માટે તૈયાર છે. લોકસભાની ચૂંટણી પહેલા વચગાળાના બજેટમાં પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર આવકવેરા ન લેવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત અસ્થાયી રીતે કરવામાં આવી હતી. હવે પૂર્ણ બજેટમાં આની સ્થાયી જાહેરાત કરવામાં આવી શકે છે. આવકવેરા મુક્તિ મર્યાદા વર્તમાન ૨.૫ લાખ રૂપિયાની મર્યાદાને વધારી દેવામાં આવી શકે છે. આવકવેરા મુક્તિ મર્યાદાને વધારી દેવાની તૈયારી કરવામાં આવી છે.

સુત્રોના કહેવા મુજબ મધ્યમ વર્ગને આપવામા ંઆવતી આ રાહતની ભરપાઇ કરવા માટે કેટલીક રણનિતી બનાવવામા ંઆવી છે. જેના ભાગરૂપે ૧૦ કરોડ રૂપિયાથી વધારે વાર્ષિક આવક ધરાવનાર લોકોને કરવેરાની મર્યાદાને ૩૦ ટકાથી વધારીને ૪૦ ટકા કરવામાં આવી શકે છે. રિસર્ચ કંપની કેપીએમજીના ભારતીય એકમ દ્વારા કરવામાં આવેલા બજેટ પહેલાના સર્વેમાં ૭૪ ટકા લોકો દ્વારા કેટલીક ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે કે વ્યક્તિ આવકવેરા મુક્તિ મર્યાદાને ૨.૫ લાખ રૂપિયાથી વધારી દેવામાં આવશે.

સર્વેમાં સામેલ કરવામાં આવેલા ૫૮ ટકા લોકોનુ કહેવુ છે કે સરકાર ૧૦ કરોડ રૂપિયાથી વધારેની આવક ધરાવનાર સુપર રિચ લોકો પર ૪૦ ટકાના ઉંચા દરથી કરવેરા લાગુ કરવા માટે વિચારણા કરી ચુકી છે. સર્વેમાં જુદા જુદા કારોબાર અને ઉદ્યોગ સાથે જાડાયેલા લોકોએ તેમના અભિપ્રાય આપ્યા હતા. ૨૨૬ લોકો દ્વારા તેમના વિચાર રજૂ કરવામાં આવ્યા હતા. સર્વેમાં સામેલ કરવામાં આવેલા ૫૩ ટકા લોકોએ તેમનો અભિપ્રાય આપતા કહ્યુ હતુ કે નાણાંપ્રધાન સીતારામન પોતાના પ્રથમ બજેટમાં પ્રત્યક્ષ કરવેરામાં કોઇ ફેરફાર કરનાર નથી. સાથે સાથે ૪૬ ટકા લોકોનો મત છે કે તમામ કંપનીઓ માટે કોર્પોરેટ કરવેરાના દરને ઘટાડીને ૨૫ ટકા સુધી કરવામાં ન આવે તે જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.