Western Times News

Gujarati News

ભિલોડા એસ.ટી. બસ ડેપોમાં ૧૭ નિવૃત્ત કર્મચારીઓનો સન્માનભેર વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ ધ્વારા)ભિલોડા, હિંમતનગર ડીવીઝનના ભિલોડા એસ.ટી.બસ ડેપોમાં ૧૭ નિવૃત્ત કર્મચારીઓનો સન્માનભેર વિદાય સમારંભ યોજાયો હતો.ભિલોડા એસ.ટી. બસ ડેપો મેનેજર એ.કે.બરંડાના અધ્યક્ષસ્થાને વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલ ૧૭ કર્મચારીઓનો સન્માન સમારોહ ભારતીય મજદુર સંઘના નેજા હેઠળ યોજાયો હતો.વય મર્યાદાના કારણે નિવૃત થતાં ૧ ટી.સી., ૭ ડ્રાઈવર, પ કંન્ડક્ટર, ૩ મિકેનીક હેલ્પર, ૧ પાર્ટ ટાઈમ કર્મી સહિત કુલ ૧૭ કર્મીચારીઓ નિવૃત્ત થતાં તેમને નિવૃત્તી ઓર્ડર, શ્રીફળ, ફુલહાર અને શાલ ઓઢાડી દબદબાભેર સન્માનીત કરી એસ.ટી. બસ ડેપો ખાતેથી વિદાય અપાઈ હતી. ભિલોડા બી.એમ. એસ. ટીમને ડ્રાઈવર, કંન્ડક્ટર, મિકેનીક સાઈડના તમામ કર્મચારી તેમજ એ.ડી.એમ.સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમને શોભાયમાન બનાવવા માટે નિવૃત્ત કર્મચારીઓના સગાં-સ્નેહીઓ ઉપસ્થિત રહી તેઓ ધ્વારા પણ સન્માન કરાયું હતું.આ પ્રસંગે શંકરભાઈ પટેલ, એન.જી. સોલંકી, જગદીશભાઈ પટેલ, દિપકભાઈ સુથાર, મુકેન્દ્રસિંહ સિસોદીયા, રાજેન્દ્રસિંહ ચંપાવત સહિત સ્ટાફ પરીવાર ઉપસ્થિત રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.