Western Times News

Gujarati News

શાહરૂખ ખાનને હાલ કોઇ સારી ફિલ્મ મળી રહી નથી

મુંબઇ, શાહરૂખ ખાનની ફિલ્મી કેરિયર હાલમાં મુશ્કેલીમાં મુકાઇ છે. તેની કોઇ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી નથી. તેની છેલ્લી તમામ ફિલ્મો ફ્લોપ રહી છે. આવી સ્થિતિમાં તે કોઇ નવી ફિલ્મ હાલ કરી રહ્યો નથી. હવે એવા સમાચાર મળ્યા છે કે સંજય લીલા શાહરૂખની કેરિયરમાં ફરી તેજી લાવવા ઇચ્છુક છે. શાહરૂખ અને કંગનાને લઇને ફિલ્મ બનાવવાની યોજના સંજય લીલા દ્વારા તૈયાર કરવામાં આવી છે. સંજય લીલા પ્રથમ વખત આ જોડીને એક સાથે ચમકાવવા જઇ રહ્યા છે. શાહરૂખ ખાને કહ્યુ છે કે કંગના જો ફિલ્મમાં રહેશે તો વધારે સારી બાબત રહેશે.

કંગનાની એક્ટિંગ કુશળતાથી તમામ લોકો પ્રભાવિત છે. તે બોલિવુડમાં મોટી સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. શાહરૂખ ખાન અને સંજય લીલા વર્ષો અગાઉ ફિલ્મ દેવદાસમાં સાથે કામ કરી ચુક્યા છે. આ ફિલ્મ ઓસ્કારમાં સ્થાન મેળવી ગઇ હતી. ફિલ્મમાં શાહરૂખ ખાને યાદગાર ભૂમિકા અદા કરી હતી. હવે શાહરૂખખાનને લઇને સંજય લીલા ફરી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. આ સંબંધમાં કિંગ શાહરૂખ ખાને માહિતી આપતા કહ્યુ છે કે સંજય લીલા દ્વારા તેને બે પટકથા આપવામાં આવી છે. જે પૈકી કઇ પટકથા પર ફિલ્મ બનાવવામાં આવનાર છે તે બાબત હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. શાહરૂખે કહ્યુ છે કે તે સંજય લીલાની સાથે ચોક્કસપણે કામ કરવા માટે ઇચ્છુક છે. છેલ્લા મહિનામાં કેટલાક પ્રોજેક્ટ પર વાત થઇ છે. પરંતુ ડેટને લઇને સમસ્યા અકબંધ રહી છે. છતાં નવા પ્રોજેક્ટ પર ટુક સમયમાં કામ શરૂ કરવામાં આવનાર છે. કાસ્ટિંગને લઇને હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. કંગનાને ફિલ્મમાં લેવામાં આવશે તો બાબત શાનદાર રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.