Western Times News

Gujarati News

અમદાવાદ શહેર રોશનીથી ઝળહળી ઉઠયું

મોડીરાત સુધી રોશની નિહાળવા શહેરીજનો રસ્તા પર જાવા મળ્યાઃ ટ્રમ્પના આગમન પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે અમદાવાદ આવી પહોંચશે

(પ્રતિનિધિ) અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રિય પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસની ભારતની મુલાકાતે આવી રહયા છે ત્યારે સમગ્ર અમદાવાદ શહેરને શણગારી દેવામાં આવ્યુ છે ટ્રમ્પના આગમન પૂર્વે અમદાવાદ શહેરનો મોટાભાગનો વિસ્તાર રાત્રિ દરમિયાન રોશનીથી ઝળહળી ઉઠતા રાત્રિ દરમિયાન નાગરિકો રોશની જાવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

ત્યારે બીજીબાજુ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા તથા અમદાવાદ શહેરમાં કરવામાં આવેલી તૈયારીની કામગીરીની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવાર રોજ અમદાવાદ આવી પહોંચવાના છે અને તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહવાના છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તા.ર૪મીના રોજ ભારતની મુલાકાતે આવી રહયા છે અમેરિકાથી તેઓ સીધા જ અમદાવાદ આવવાના છે અને અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ઉપÂસ્થત વિશાળ જનમેદનીને સંબોધન કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ટ્રમ્પની સાથે રહેવાના છે અમદાવાદમાં એરપોર્ટ પર ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને એરપોર્ટ ઉપર જ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતે જ પોર્ટોકોલનો ભંગ કરી ટ્રમ્પ અને તેમના પરિવારજનોને આવકારવા માટે હાજર રહેવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ આવી પહોંચવાના છે અને તેઓ રાજય સરકારના સંબંધિત વિભાગોના મંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી તૈયારીની કામગીરીની સમીક્ષા કરવાના છે આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવામાં આવનારી વસ્તુઓની પણ ચકાસણી કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ આવી પહોંચ્યા બાદ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરવાના છે ત્યારબાદ સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પને તેઓ આવકારશે. ડોનાલ્ડ ટ્રમ્પનો એરપોર્ટથી ભવ્ય રોડ શો યોજાવાનો છે રોડ શો ના માર્ગ પર ઠેરઠેર સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને આ સ્ટેજ પર વિવિધ રાજયોના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવાના છે.

રોડ શો ના રૂટ પર આજ સવારથી જ ભારતીય સુરક્ષા એજન્સી, ભારતીય લશ્કર તથા અન્ય એજન્સીઓનું રિહર્સલ યોજાઈ રહયું છે જેના પગલે રસ્તા પર લોકોના ટોળેટોળા ઉમટી પડયા છે આજે સવારથી જ અમદાવાદ શહેરના મેયર તથા મ્યુનિ. કમિશ્નર પણ અંતિમ ચકાસણી કરવા માટે તમામ સ્થળો પર પહોંચી રહયા છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવારજનો સાથે અમદાવાદ આવી પહોંચવાના છે ત્યારે હજુ તેમનો ચોક્કસ કાર્યક્રમ જાહેર નહી થતાં તમામ એજન્સીઓ મુંઝવણમાં મુકાઈ છે અગાઉ વ્હાઈટ હાઉસે જાહેર કરેલા કાર્યક્રમમાં તેઓ ગાંધી આશ્રમ જવાના હતા પરંતુ ત્યારબાદ તેઓ ગાંધી આશ્રમના બદલે તાજમહેલ જાવા જવાનું પસંદ કરતા તેમના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવી રહયો છે પરંતુ સત્તાવાર આ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી બીજીબાજુ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં એક કરોડ લોકો તેમનું સ્વાગત કરવાના છે તેવુ ગઈકાલે ટ્રમ્પ જણાવ્યું હતું આટલી મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત  રહેવાના છે.  ત્યારે રાજય સરકાર દ્વારા ગરમીની શરૂઆત થતાં જ ઉપસ્થિત  નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે ખાસ કરીને મોટેરા સ્ટેડિયમ તથા રોડ શો દરમિયાન ઉપસ્થિત ઉ નાગરિકો માટે ઠેરઠેર છાશ અને પાણીના કેન્દ્રો શરૂ કરવામાં આવનાર છે. રાજયભરમાંથી મોટી સંખ્યામાં નાગરિકો અમદાવાદ આવી રહયા છે.

ત્યારે એસ.ટી. નિગમની તમામ બસોમાં જીપીએસ સીસ્ટમ લગાડી દેવામાં આવી છે જેના પરિણામે તમામ બસોનું લોકેશન ખબર પડશે આ ઉપરાંત બસમાં આવનાર નાગરિકોની જવાબદારી માટે બે જેટલા અધિકારીઓ દરેક બસમાં તૈનાત કરવામાં આવનાર છે અને આ અધિકારીઓ દરેક નાગરિકોના આધારકાર્ડ સહિતના પુરાવા મેળવ્યા બાદ તેઓને કાર્યક્રમમાં રવાના કરશે.

ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને હવે ગણતરીના કલાકો જ બાકી રહયા છે ત્યારે સમગ્ર અમદાવાદ શહેરમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહયો છે સમગ્ર શહેરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જયારે સાબરમતી, મોટેરા અને ગાંધીઆશ્રમ વિસ્તારની સીકલ બદલી દેવામાં આવી છે. મ્યુનિ. કોર્પો. દ્વારા અમદાવાદ શહેરમાં ઠેરઠેર રોશની કરવામાં આવી છે અને મોટાભાગના બ્રીજા પર લાઈટીંગ કરવામાં આવતા રાત્રિ દરમિયાન અમદાવાદ શહેરનો મોટાભાગનો વિસ્તાર ગઈકાલ રાતથી રોશનીથી ઝળહળવા લાગ્યો છે.

રોશની નિહાળવા માટે ગઈકાલે રાત્રે મોટી સંખ્યામાં નાગરિકો રસ્તા પર ઉમટી પડયા હતાં ખાસ કરીને રોડ શો માં આવતા રૂટ પર ખૂબ જ આકર્ષક રોશની કરવામાં આવી છે સાથે સાથે રિવરફ્રંટ ઉપર પણ રોશની કરવામાં આવી છે. અમદાવાદ શહેર શણગારવામાં આવતા તથા મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ તથા અન્ય કામો પૂર્ણ કરી દેવામાં આવતા નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગઈકાલે રાત્રે અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળના જવાનો પેટ્રોલીંગ કરતા જાવા મળ્યા હતાં

લશ્કરના જવાનો ઉપરાંત આરએએફ તથા એસઆરપી સહિતની ટુકડીઓ ઠેરઠેર તૈનાત કરી દેવામાં આવી છે અને સમગ્ર અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.